error: This Content is protected !!

જસદણ નગરપાલિકાના મીટીંગ હોલ ખાતે પદાધિકારીઓ-અધિકારીઓના ધારાસભ્ય કુંવરજીભાઈ એ કલાસ લીધા

જસદણ વિછીયા ના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ નગરપાલિકા ખાતે નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યૉ અધિકારીઓ સાથે બેઠક યોજી ક્લાસ લીધા હતા આ તકે નગરપાલિકાના સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. જેમાં ભૂગર્ભ ગટર, નળના જોડાણ, રોડ-રસ્તાની કામગીરી સમયસર પૂર્ણ કરવા નગરપાલિકા ચીફ ઓફિસર મેહુલ જોધપુરા તેમજ અન્ય અધિકારીઓઓને માર્ગદર્શિત કર્યા હતા. 

મંત્રી બાવળીયા એ જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ ઉપસ્થિત સૌ સભ્યોને વિવિધ વિભાગના સંકલનમાં રહીને વોર્ડ વાઇઝ સ્થાનિક મુદ્દાઓના ઉકેલ બાબતે ચર્ચા કરવા જણાવ્યું હતું વિવિધ મુદ્દાઓના નિકાલ અંગે કડક કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપી હતી