જોર્ડન ખાતે એશિયન ગેમ્સ ચેમ્પિયન જુડૉની સ્પર્ધામાં વિછીયા અને પાલીતાણાની દીકરીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો
વિંછીયા અને પાલીતાણાની કોળી સમાજની બે વીરાંગનાઓએ રચ્યો ઇતિહાસ જોર્ડનમાં જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારતનું ગૌરવ વધાર્યું. પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ બન્ને દીકરીઓને અભિનંદન પાઠવ્યા.તાજેતરમાં એશિયન ગેમ્સ ચેમ્પિયન જુડોની સ્પર્ધા જોર્ડન ખાતે યોજાઇ હતી જેમાં સૌરાષ્ટ્રની બે દીકરીઓ વિછીયા તાલુકાના મોઢુકા ગામની દીકરી પૂજા ચારોલીયા અને પાલીતાણાના માંડવડા ગામની દીકરી દિવ્યા મકવાણાએ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ભારત ગુજરાત સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે ત્યારે સૌરાષ્ટ્રની બન્ને દીકરીઓ ભારત માટે પ્રેરણા બની ભારતનો ડંકો વગાડ્યો અને સુવર્ણ સિદ્ધિ મેળવવા બદલ પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ બન્ને દીકરીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી