error: This Content is protected !!

જસદણમાંથી અપહરણના ગુનાનો અમદાવાદના ધોળકાનો આરૉપી ઝડપાયો પોલીસની કડક કાર્યવાહી

જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક જટિલ અને વણશોધાયેલા અપહરણના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના સમયમાં ભોગબનનારને મુક્ત કરાવી આરોપીને દબોચી લીધો હતો.આ ગુનાની વિગત મુજબ, ગત તા. 12/05/2026 ના રોજ જસદણ પોલીસ સ્ટેશનમાં અપહરણ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ જટિલ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ શાખા તેમજ એસ.સી.એસ.ટી. સેલના સ્ટાફના માણસો સતત તપાસમાં હતા. જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવાની સાથે હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સ સક્રિય કરાયા હતા. દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને એક ચોક્કસ અને વિશ્વસનીય ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઓપરેશન પાર પાડયું હતું, જેમાં ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને ભોગબનનારને હેમખેમ મુક્ત કરાવાયો હતો. પકડમાં આવેલા આરોપીની ઓળખ જગદીશ રમેશભાઈ ચૌહાણ રહેવાસી ખુણ, તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ તરીકે થઈ છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.