error: This Content is protected !!

જસદણના પાંચવડા ગામમાં રાત્રે ચોર મવાલી ટોળકી ત્રાટકી બંધ મકાનનૅ નિશાન બનાવ્યું સોના ચાંદીના દાગીના બઠાવી પલાયન

ચાર તસ્કરો સીસીટીવી માં કેદ આટકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી કુટેજના આધારે મવાલીઓને પકડવા તપાસ હાથ ધરી 

 

જસદણના પાંચવડા ગામેથી રાત્રિના સમયે ચોરીનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો હતો. ગામમાં આવેલા એક રહેણાંક મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં ચક્યાર મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ પાંચવડા ગામે આવેલા એક મકાનને નિશાન બનાવ્યું હતું. ચોરોએ મકાનની બારીના કાચ તોડી નાખ્યા હતા અને ત્યાંથી ઘરમાં અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસેલા ચોરોએ તિજોરી કે કબાટ વગેરે ફંફોસીને અંદાજે 3 તોલા સોનું અને 300 ગ્રામ ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરી હતી અને રાતોરાત પલાયન થઈ ગયા હતા.આ ચોરીની ઘટના મકાન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજની પ્રાથમિક તપાસમાં ચાર અજાણ્યા શખ્સ શંકાસ્પદ હાલતમાં ચોરીને અંજામ આપતા નજરે પડી રહ્યા હતા.આટકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તેના આધારે ચારેય આરોપીઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.