જસદણ માં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા અબાલ વૃદ્ધૉ માટે લાફિંગ ક્લબ ની નવા વર્ષમાં નવનીત પહેલ દાન દક્ષિણા લીધા વગર નિસ્વાર્થ ભાવૅ સૌપ્રથમ વડીલો માટે અનૉખી સૅવા
જસદણ શહેરમાં દાન દક્ષિણા લીધા વગર જૅણૅ નિસ્વાર્થ સૅવાનૉ ભૅખ ધારણ કર્યો છૅ ઍવા પ્રભુ સદભાવના સેવા સમિતિ સૌ સેવાભાવી સદસ્યોએ ઈસવીસન મુજબના નવા વર્ષના પહેલા જ દિવસથી અબાલ વૃદ્ધોના જીવનમાં ખુશીઓનૉ ખજાનો ભરવા માટે નિવૃત્ત વડીલો ના જીવનમાં અનંત પ્રભુ આનંદ પરમાનંદ ખુશીઓ અને ઉમંગ જગાડવા માટે એક ઉમદા પહેલ કરવામાં આવી છે.
વડીલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ‘સિનિયર સિટીઝન લાફિંગ ક્લબ’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.શહૅરના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ સંસ્થા દ્વારા આ પ્રકારનું અનોખું આયોજન કરાયું છે. આ ક્લબ માત્ર હસવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વડીલોના એકલવાયા જીવનમાં નવી ઉર્જા ભરવા માટે અહીં તેમની રુચિ મુજબની સાંસ્કૃતિક, સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે. આ ક્લબ વડીલો માટે એક એવું પ્રવૃત્તિ ધામ બનશે જ્યાં તેઓ ખિલખિલાટ હાસ્ય સાથે પરસ્પર આત્મીયતાનો અનુભવ કરી શકશે. પ્રભુ સદભાવના સેવા સમિતિ આ તમામ પ્રવૃત્તિઓ માટે બહારનું કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારતી નથી. સંસ્થાના સભ્યો પિયુષભાઈ વાજા, સુરેશભાઈ ધોળકીયા, વિજયભાઈ રાજપૂત, ડો. કેતનભાઈ સાવલીયા અને બીપીનભાઈ ચાવડા સહિતના અગ્રણીઓએ પોતાના મજબૂત નિશ્ચય અને આર્થિક સહયોગથી વડીલોની સેવાનું આ ભગીરથ કાર્ય ઉપાડ્યુ છૅ