જસદણમાં નિયમૉનૉ ઉલાળીયો કરી ગૅર કાયદેસર ખડકેલ કોમ્પ્લેક્સના ખુલાસા નો પાલીકાઍ આદૅશ કરતા બિલ્ડરના ધોતીયા ઢીલા
3 દિમા જવાબ આપૉ નહીં તો છેતરપિંડીની પોલીસ ફરિયાદ થછૅ નોટીસ ફટકારતા લાલચુ બીલ્ટર લોબીમાં દોડધામ મચી સીલ મારવાની ચીમકી
જસદણમાં બહુ ચર્ચિત વિશ્વાસ ડાયમંડ સામે આવેલ કોમ્પ્લેક્સમાં રેસિડેન્શિયલ પરમિશન મેળવ્યા બાદ મંજૂરી વિના ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન કરી કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાનું સામે આવતાં પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કોમ્પ્લેક્સમાં હીરા ડાયમંડ ધંધો-રોજગાર ચલાવતા તમામ આસામીઓને 7 દિવસની આખરી નોટીસ પાઠવવામાં આવી છે.
રેસિડેન્શિયલ પરમિશન પર 2 થી 3 માળનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે વિશ્વાસ ડાયમંડ સામે આવેલ HCR કોમ્પ્લેક્સની બિલ્ડિંગ પરમિશન મૂળ રેસિડેન્શિયલ રહેણાંક હેતુ માટે લેવામાં આવી હતી. આમ છતાં, નિયમોને નોવે મૂકીને અહી 2 થી 3 માળનું વધારાનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને GDCR ના નિયમો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવી હતી.
નગરપાલિકાઍ આપૅલ નોટીસમાં જણાવ્યા મુજબ, નોટીસ મળ્યાના 3 દિવસની અંદર જરૂરી દસ્તાવેજી પુરાવાઓ નગરપાલિકા કચેરી ખાતે રજૂ કરવા આદેશ કરાયો છે. જો નિયત સમયમર્યાદામાં પુરાવા આપવામાં આસામીઓ કે મકાનમાલિક નિષ્ફળ જશે, તો નગરપાલિકા અધિનિયમની જોગવાઈ હેઠળ કોમ્પ્લેક્સને સીલ મારવાની તથા કાયદેસરની આકરા પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવશે તંત્ર દ્વારા કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ ઉપયોગ કરતા તમામ આસામીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે કે, આપેલા સમયગાળા દરમિયાન પોતાના ધંધા-રોજગારનો તમામ માલસામાન સ્વ-ખર્ચે ખસેડી જગ્યા ખાલી કરી દેવી. નગરપાલિકાની આ કડક નોટીસને પગલે ગેરકાયદેસર બાંધકામ અને કોમર્શિયલ વપરાશકર્તાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.