વિંછીયાની ગોલ્ડ મેડાલિસ્ટ પૂજા ચારોલીયા નૅ વતન મોઢુકામા કાલે પાંચાળ ગૌરવ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશૅ
ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ પ્રમુખ વિનોદભાઈ વાલાણી સહિત મહાનુભવો ઉપસ્થિત રહેશે
જોર્ડન ખાતે રમાયેલ એશિયન ગેમ્સ જુડો સ્પર્ધામાં ભારત માટે પ્રેરણા બની બ્રોન્ઝ મેડલ જીતી દુનિયાભરમાં ભારત દેશ ગુજરાત સૌરાષ્ટ્ર પાંચાળ પ્રદેશ અને જસદણ વિછીયાનું ગૌરવ વધારી અનેરી સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે વિછીયા તાલુકાના મોઢુકા ગામની દીકરી પૂજા ચારોલીયાને ફૂલડે વધાવવા વતનવાસીઓ થનગનાટ અને ગર્વ અનુભવી રહ્યા છે ત્યારે પૂજા ચારોલીયાને સન્માનિત કરવા દિવ્ય અને ભવ્ય સન્માન સમારોહમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહી અધ્યક્ષ સ્થાન સંભાળશે સમારોહમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ,રાજકોટ જિલ્લા પંચાયત દંડક અમરશીભાઈ ચૌહાણ,વિંછીયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રાજુભાઈ તાવિયા વગેરે મહાનુભાવો હાજર રહેશે, સમારોહના સારથી માર્ગદર્શક આયોજક અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ વ્હાલી દીકરી પૂજા ચારોલીયાને ફૂલડે વધાવવા મોટી સંખ્યામાં દીકરીને આશીર્વાદ આપવા અને કન્યા કેળવણીને આગળ વધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સમારોહને સફળ બનાવવા પૂજા ચારોલીયાના પિતા મુકેશભાઈ ચારોલીયા તેમજ પ્રાથમિક શાળા, સીમ શાળાના શિક્ષક ગુરુજનો અને શુભચિંતકો જહેમત ઉઠાવી રહ્યા છે.