આટકોટના જુના પીપળીયા ગામ પાસે ક્રેટા કારમાંથી રૂ.4.71 લાખનો મોંઘો દાટ સ્કોચ અને વ્હીસ્કી દારૂ ઝડપાયો
રૂરલ એલસીબીનો દરોડો રાજસ્થાનથી ત્રણ શખ્સો સ્કોચ-વ્હીસ્કી સપ્લાય કરવાં આવતાં'તાં 321 બોટલ સહિત રૂ.10.74 લાખનો મુદામાલ જપ્ત, રીસીવર અંગે તપાસ
આટકોટના જુના પીપળીયા ગામ પાસે ક્રેટા કારમાંથી રૂ.4.71 લાખનો દારૂ રૂરલ એલસીબીની ટીમે પકડી ત્રણ રાજસ્થાની સપ્લાયરની ધરપકડ કરી કુલ રૂ.10.74 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે દારૂના રીસીવર અંગે તપાસ હાથ ધરી છે.
દરોડાની વિગત મુજબ, રાજકોટ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ વાઘાભાઇ આલ, જીતેન્દ્રભાઇ ગોહિલ, કોન્સ્ટેબલ અમિતદાન સુરૂ સહિતનો સ્ટાફ આટકોટના જુના પીપળીયા ગામ પાસે પહોંચતા ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે, એક સફેદ કલરની ક્રેટા કાર નં-GJ-18-EH-1244 માં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી આટકોટથી સાણથલી તરફ પસાર થનાર છે.જેથી સ્ટાફ વોચમા હતા તે દરમ્યાન આટકોટ તરફથી ક્રેટા કાર આવતા તેને અટકાવી ગાડીની અંદર જોતા તેમાં બેસેલ ત્રણ શખ્સોના નામ પુછતા પોતાનુ નામ ઓમપ્રકાશ બાબુલાલ ગોદારા (ઉ.વ.-29, રહે-લીયાદરા, સાંચોર, રાજસ્થાન), ભીખારામ પાંચારામ ગોદારા, (ઉ.વ.30, રહે-માણકી, બાડમેર,રાજસ્થાન) અને ગણપતલાલ પાંચારામ ગોદારા, (ઉ.વ.-27, રહે-માણકી, બાડમેર, રાજસ્થાન) હોવાનુ જણાવેલ હતું. પોલીસની ટીમે કારમાં જોતા વચ્ચેની સીટમા નીચેના ભાગે તથા પાછળની ડીકીમા દારૂની બોટલો જોવા મળતા મોંઘી સ્કોચ અને વ્હીસ્કીની કુલ 321 બોટલ રૂ.4.71 લાખ અને કાર મળી કુલ રૂ.14.75 લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી દારૂના રીસીવર અંગે તપાસ આદરી હતી.