error: This Content is protected !!

રાજકોટના મહિલા હોમગાર્ડને લગ્નના ત્રીજા દિવસથી પતિ દારૂ પીને મારકુટ અનૅ ત્રાસ આપ્યાની વિંછીયા અને જસદણ રહેતા પતિ, સસરા સામે ફરિયાદ

મહિલા હોમગાર્ડને ત્રણ વર્ષ એકલી મુક્યા બાદ પતિએ ફરીથી સીતમ ગુજાર્યો છુટ્ટાછેડા માટે સસરાએ પિતા ઉપર દબાણ કરી ધમકી આપ્યાનો પણ આક્ષેપ

 

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરતા પ્રિયંકાબેન નામના ૩૦ વર્ષની પરિણીતાએ વિંછીયામાં રહેતા અને આંગડીયાનું કામ કરતાં પતિ રવિ આચાર્ય અને જસદણમાં રહેતા અને જસદણ તાલુકા પંચાયતમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં સસરા દિપકભાઈ વિરુદ્ધ ત્રાસ અને મારકુટ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.હાલ અટિકા ફાટક પાસે અમરનાથ સોસાયટી શેરી નં.૧૨માં રહેતા પ્રિયંકાબેને મહિલા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૨૨માં તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ દોઢ મહિનો રાજકોટમાં સંયુક્ત કુટુંબમાં રહ્યા હતા. લગ્નના ત્રીજા જ દિવસથી પતિએ ઝઘડા શરૂ કરી દીધા હતા. દારૂ પી મારકુટ કરતો હતો. એટલું જ નહીં બહાર નીકળી મોબાઇલ ફોન બંધ કરી દેતો હતો. સવારે આવે ત્યારે રાત્રે ક્યાં હતા તેમ પુછે તો જવાબ આપતો નહી. લગ્ન બાદ સાસુ ઘરેણાં પહેરવા આપતા નહીં. સસરા પણ અપશબ્દો બોલતા હતા. રોજેરોજના ઘરકંકાસને કારણે સસરાએ ગામડે રહેવા જવાનો નિર્ણય લીધો હતો. તેણે ગામડે જવાની ના પાડી દીધી હતી. કારણ કે લગ્ન પહેલા જ રાજકોટ રહેવા માટે નક્કી થયું હતું. તે ગામડે નહીં જતાં પતિએ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. વીસ દિવસ સુધી પતિ સાથે રહ્યા તેને એકલી મુકી ઘરમાં તોડફોડ કરી જસદણ રહેવા જતો રહ્યો હતો. બાદ સસરાને ફરિયાદ કરતાં પોતાને કંઈ લેવા દેવા નથી તેમ કહી દીધું હતું. પતિ જતાં રહ્યા બાદ ત્રણ વર્ષ સુધી એકલા રહ્યા હતા. જે દરમિયાન સસરાએ તેના પિતાને કોલ કરી છુટ્ટાછેડા માટે દબાણ અને ધમકી આપી હતી. ત્રણ વર્ષ પછી પતિએ સમાધાન કરતા તેની સાથે રાજકોટ ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. તે વખતે પણ પતિ ઘરખર્ચ આપતો નહી. સાસરે જસદણ જાય ત્યારે સાસુ-સસરા પતિને તેના વિરુદ્ધ ચડામણી કરી ઝઘડા કરાવતા હતા. ગઇ તા. ૨૮ ફેબ્રુઆરીએ પતિએ દારૂ પી તેના પિતાના ઘરે જઈ ગામડે રહેવા જવા માટે માથાકુટ કરી હતી. તેની ઉપર હાથ પણ ઉપાડતા ભક્તિનગર પોલીસમાં અરજી કરી હતી. જેમાં સમાધાન થઇ જતાં સાથે રહેવા ગયા હતા. ગઈ તા. ૭ના રોજ પતિએ શેરબજાર માટે તેનું બેંક એકાઉન્ટ માગ્યું હતું. જેનો ઈન્કાર કરતાં ઝઘડો કરી જસદણ જતો રહ્યો હતો. ગઈ તા.૯મીએ જસદણ સસરાના ઘરે જતાં પતિ દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો. એટલું જ નહીં તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. સાથોસાથ માથાના વાળ પકડી મારકુટ કરતાં જસદણ સિવિલમાં સારવાર લીધી હતી. કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી હતી