error: This Content is protected !!

વિંછીયાના મોઢુકા ખાતે પાંચાળની વિરાંગના ઇન્ટરનેશનલ ખેલાડી પૂજા ચારોલીયાને પાંચાળ ગૌરવ એવોર્ડ એનાયત

વિંછીયાના મોઢુકા પ્રાથમિક શાળા ખાતે ઇન્ટરનેશનલ ખેલાડી પુજા ચારોલીયાનો દિવ્ય અને ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, પુજા ચારોલીયાને સત્કારવા સન્માન સમારોહ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, સામૈયા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારાથી વાતાવરણ દેશ ભક્તિમય ગુંજી ઉઠ્યું હતું , સમારોહમાં પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ,વિંછીયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રાજુભાઈ તાવિયા અને સામાજિક અગ્રણીઓના વરદ હસ્તે પાંચાળ ગૌરવ આપી પૂજા ચારોલિયાનું બહુમાન કરવામાં આવ્યું હતું સમારોહમાં તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ, સરપંચો , મોઢુકા પ્રાથમિક સીમ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી દીકરીને ઉજ્જવળ ભવિષ્યની શુભેરછાઓ પાઠવી હતી અને સમારોહને સફળ બનાવ્યો હતો.