જસદણ વિછીયા પંથકમાં ગત રાત્રિથી જ સાર્વત્રિક મૅઘમહૅરથી આલણ સાગર ડેમમાં નવા નીર આવ્યા ચેક ડેમો ભરાયા ખેડૂતો ખુશ
આડીભાદર ખારી ધાવડી ડૅમ ગાંડી હોકળી વહૅતા ચેક ડેમો ભરાયા ચિતલીયા રોડ તરગાળા શેરી જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હલકી પડી
જસદણ વિંછીયા શહેર પંથકમાં ગતરાત્રિથી જ સાર્વત્રિક વરસાદ વરસવાનું શરૂ થતા મૉલતને નવજીવન મળ્યું છે સાથે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે આ વરસાદથી જસદણ શહેરને પીવાનું અને સાત ગામને સિંચાઈનું પાણી પૂરું પાડતા આલણ સાગર ડેમમાં નવા નિરની આવક થતા ખુશીનો માહોલ છે તેમજ ખારી નદી આડી ભાદર નાવડી ડૅમ ગાંડી હૉકળડીમાં પાણી આવતા ચેક ડેમો ભરાઈ જવા પામ્યા છે હાલ પણ અત્રે આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ છે વરસાદને કારણે તરગાળા શેરી હાઇસ્કુલ રોડ ખાનપર રોડ ચીતલિયા રોડ જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હાલ તો કોઈ નુકસાન વગર સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તથા નદીઓ વહેતી થતાં ચેક ડેમો ભરાઈ ગયા છૅ તેમજ આલણ સાગર ડેમમાં નવા નીર આવતા શહેરીજનોમાં પણ ખીશીનો માહોલ જોવા મળી રહ્યો છે