error: This Content is protected !!

જસદણના લાતી પ્લોટ બારૈયાનગરમાંથી જીવલેણ ચાઇનીઝ દોરીની ૭ ફિરકી સાથે શખ્સ ઝબ્બે છાના ખૂણે અમુક લાલચુ વેપારીઓ ઘાતક દૉરી વેચતા હોવાની ચર્ચા

.આઈ સિધ્ધરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસના ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ૭ ફીરકી સાથે આરોપીને દબોચી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

 

ઉત્તરાયણ પૂર્વે જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં કેટલાક વેપારીઓ છાનાખૂણે દોરીનું વેચાણ કરી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને અટકાવવા માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જસદણ પોલીસ મથકના સ્ટાફે અહીં લાતી પ્લોટ બારૈયાનગર ભંગારના ડેલા પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ૭ ફિરકી સાથે દોરી વેચનાર શખસને ઝડપી લીધો હતો અને જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી .હજુ પણ છાના ખૂણે અમુક લોભી અને લાલચુ વેપારીઓ ઘાતક ચાઇનાની દોરી વેચતા હોવાની લોક ચર્ચા છે માનવ તથા પક્ષીઓને ઘાતક ઇજા પહોંચાડનાર રાક્ષસી દોરી નું વેચાણ કરતા તત્વોને વેચાણ બંધ કરાવવા જાગૃત લોકોએ માંગ કરી છે 

ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાં છતાં મકરસંક્રાતીનો પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ છાનાખૂણે કેટલાક વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરી રહ્યા છે. આવા વેપારીઓને શોધી કાઢી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને ડીવાએસપી ડો. નવિન ચક્રવર્તી દ્વારા અપાયેલી સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

દરમિયાન જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ સિધ્ધરાજસિંહ .આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ચાઇનીઝ દોરી અને તુક્કકલના વેચાણને અટકવવા માટે ચેકિંગમાં બંદે દરમિયાન જસદણમાં લાતી પ્લોટ બારૈયાનગર ભંગારના ડેલા પાસેથી હુસેન રફિકભાઈ જાંબુડીયા(રહે. બારૈયાનગર, જસદણ) ને કિ રૂ ૧૪૦૦ ની ચાઇનીઝ દોરીની ૭ ફિરકી સાથે ઝડપી લઇ તેની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.