error: This Content is protected !!

જસદણમાં બાયપાસ રોડ પર નદી કાંઠે નિર્માણાધીન રિવરફ્રન્ટના કામમાં નડતર રૂપ દબાણો હટાવાયા

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા તંત્રએ દુકાન અનૅ રહૅણાક મકાનૉ પર બુલડોઝર ફૅરવી કુલ 8500 ફૂટ જગ્યા ખુલ્લી કરાય

 

જસદણ શહેરના બાઈ પાસ રોડ નદીના કાંઠે આકાર પામી રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં છેલ્લા ઘણા - સમયથી નડતરરૂપ બનેલા - ગેરકાયદેસર દબાણો પર નગરપાલિકા દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં 3 મકાનો અને 1 દુકાન તોડી પાડી આશરે 8500 સ્ક્વેર ફૂટ જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

જસદણ નગરપાલિકા દ્વારા શહેરની સુંદરતામાં વધારો કરવા માટે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ પ્રોજેક્ટના નકશામાં કેટલાક કાચા-પાકા બાંધકામો અવરોધ ઊભો કરી રહ્યા હતા. વારંવારની સૂચના અને કાયદેસરની પ્રક્રિયા

બાદ, નગરપાલિકાની ટીમ જેસીબી મશીનો સાથે ત્રાટકી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો

આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન 3 રહેણાંક મકાન અને 1 વ્યાપારિક દુકાન મળી કુલ જમીન અંદાજે 8500 સ્ક્વેર ફૂટ વિસ્તારમાંથી દબાણ હટાવ્યું હતું. જેસીબીની મદદથી ગણતરીના કલાકોમાં જ તમામ બાંધકામો દૂર કરાયા હતા. આ ઓપરેશન જોવા માટે આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. રિવરફ્રન્ટના નિર્માણમાં અવરોધરૂપ આ દબાણો દૂર થતાં હવે પ્રોજેક્ટની કામગીરી વધુ ઝડપથી આગળ વધશે