error: This Content is protected !!

જસદણની યુવતીના ફોટા સાથે ખરાબ લખાણ લખી પૂર્વ પ્રેમીએ વાયરલ કર્યા ઇન્સ્ટાગ્રામા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયૉ તો

યુવતીએ મિત્રતા તોડી નાખતા પંકજ ડાભીએ અલગ અલગ આઠ આઇડી બનાવી બદનામી શરૂ કરી પોલીસે છેડતી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી કઠલાલના શખ્સને દબોચ્યો

 

જસદણ પંથકની યુવતીના ફોટો-વિડીયો બદનક્ષીભર્યા લખાણ સાથે - સોશિયલ મીડિયામાં વાયરલ કરી પૂર્વ - પ્રેમીએ પજવણી કરી હતી. જે વાંધાજનક પોસ્ટ યુવતીના પરિજનો સુધી પહોંચતા પૂર્વ પ્રેમીની કરતૂતનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલે જસદણ પોલીસે છેડતી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કઠલાલના શખ્સની ધરપકડ કરી હતી.

બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રામ વિગત અનુસાર જસદણ પંથકની એક યુવતીના અલગ અલગ ફોટોને વિડીયોમાં

પરિવર્તિત કરી બદનક્ષીભર્યા લખાણ સાથે ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. યુવતી અને તેના પરીવારજનોની સમાજમાં બદનામી થાય તેવા લખાણ સાથેના વિડીયો પોસ્ટ યુવતીના પરિજનો સુધી પહોંચતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જે મામલે પરિજનોએ હિંમત આપતાં યુવતીએ જસદણ પોલીસ મથકે દોડી જઈ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારક વિરુદ્ધ ફરીયાદ આપી હતી. જેથી જસદણ પોલીસ છેડતી અને પજવણી સહીતની કલમોં હેઠળ ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારક વિરુદ્ધ ગુનો

નોંધી તપાસ આદરી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જસદણ પોલીસ મથકના પીઆઈ જે પી ગોસાઈના માર્ગદર્શન હેઠળની ટીમોએ તાત્કાલિક ઇન્સ્ટાગ્રામ આઇડીની ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ આદરી હતી. જેથી આ આઈડી પંકજ રાજેશ ડાભી (રહે. અરાલ, કઠલાલ, ખેડા)નામના શખ્સે બનાવ્યાનું ખુલ્યું હતું. જેથી તાત્કાલિક જસદણ પોલીસે પંકજ ડાભીની ધરપકડ

કરી લીધી હતી. પોલીસની પૂછપરછમાં પંકજ ડાભીએ કબૂલાત આપી હતી કે, આશરે એકાદ

વર્ષ પૂર્વે ભોગ બનનાર યુવતીનો ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો. બાદ બંને વચ્ચે વાતચીત આગળ વધતા પ્રેમ સંબંધ પાંગર્યો હતો. એક વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યા બાદ યુવતીએ મિત્રતા તોડી નાખવાની વાત કરતા ઉશ્કેરાયેલા શખ્સે અલગ અલગ આઠ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતી અને તેના પરીવારની બદનામી કરવાના ઇરાદે અલગ અલગ પોસ્ટ મૂકી વાયરલ કરી વિકૃતિ ઝળકાવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી છે