જસદણના ખાનપર કોટડાપીઠા રૉડ પાસૅ ટ્રકના ચોરખાનામાંથી રૂ. ૨.૭૦ લાખનો ઈંગ્લિશ દારૂ બાબરા પૉલીસૅ ઝડપી પાડયો
ખાલી દેખાતા ટ્રકમાંથી વેલ્ડીંગ કરેલા ચોર ખાના દેખાયા રાજસ્થાની ટ્રક ચાલક સાથે ૨૨૭૫ બૉટલ અનૅ રૂ. ૧૨.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત
જસદણ નજીકના ખાનપર અનૅ આટકોટ નજીકના કોટડાપીઠા ગામ વચ્ચેથી મોડી રાત્રે પસાર થતા એક ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી રૂ. ૨.૭૦ લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂ ઝડપી પાડી પરપ્રાંતીય ચાલકની ધરપકડ કરી છે.બાબરા પોલીસ મથકના પી.આઈ. આર.આર. પરમારને મળેલી ખાનગી બાતમીના આધારે કોટડાપીઠા વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કોટડાપીઠાથી ખાનપર જતા રસ્તા પરથી પસાર થતા રાજસ્થાન પાર્સિંગના ટ્રક ૧ RJ-૪૬-GA-૩૦૩૩ ને અટકાવી તપાસ હાથ ધરાઈ હતી. ટ્રકચાલક મનોહરલાલ ચતરારામ ખીલેરી બિશ્નોઈ ઉં.વ. ૩૮, રહે. સાંચોર, જિ. જાલોર, રાજસ્થાનની હાજરીમાં પ્રથમ દ્રષ્ટિએ ખાલી દેખાતા ડાલાની ચકાસણી કરતા વેલ્ડિંગથી બનાવેલું ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી જુદી જુદી બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની કુલ ૨૨૭૫ પ્લાસ્ટિક બોટલો કિંમત રૂ. ૨,૭૦,૨૦૦ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, રૂ. ૧૦ લાખની કિંમતનો ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૨,૭૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી