error: This Content is protected !!

જસદણના ગૌરક્ષક અને રાજકોટ જિલ્લા બજરંગ દળ ના પ્રમુખ દીપુભાઇ વાઘેલાનું બેંગ્લોરમાં સન્માન થશે ગૌવંશ મૂંગા પ્રાણી બચાવવામાં અગ્રેસર જીવદયા પ્રેમીનું સન્માન થશે

જસદણ શહેર માં જુની શાકમાર્કેટ માં રહેતાં અને હાલ રાષ્ટ્રીય બજરંગદળના રાજકોટ જિલ્લાના પ્રમુખ દીપકભાઈ શામજીભાઈ વાઘેલાએ ગુજરાતમાં ગેરકાયદે હેરાફેરી થતાં અનેક ગૌવંશને બચાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ ભારતીય કાયદામાં રહી પૂરું પાડવાની ઉત્તમ કામગીરીને લઈને દેશના બેંગ્લોર રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૧ જાન્યુઆરીના રોજ મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવશે ગૌરક્ષક જીવદયા પ્રેમી દીપકભાઈ વાઘેલાએ અત્યાર સુધીમાં ગુજરાતમાં અગણિત ગેરકાયદે કતલખાને જતાં મૂંગા પશુ પ્રાણીઓને કાયદેસર પોલીસને સોંપણી કરી જીવદયાનું ઉમદા કાર્ય કર્યું છે જસદણ વિંછીયા તાલુકામાં જ્યાં પણ મૂંગા પશુ-પક્ષી પ્રાણી ગૌ માતા ગૌવંશ બિમાર હોય ત્યાં પશુ ડોક્ટરને સાથે લઈ જય તેમની સારવાર પણ કરાવે છે