error: This Content is protected !!

વિંછિયાના કંધેવાળીયાની સીમમાં ઢોર ચરાવવા મામલે સામસામી મારામારી ત્રણ ઘવાયા

પહેલા કાકા-ભત્રીજાએ યુવાનને લાકડી વડે માર મારતાં સામાપક્ષે પણ પાંચ શખ્સો લાકડી વડે તૂટી પડયા, સામ સામો ગુનો નોંધાયો

 

વિંછિયાના કંધેવાળીયા ગામની સીમમાં માલ ઢોર ચરાવવા બાબતે માથાકૂટ થયા બાદ મારામારી થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી છે. બનાવ અંગે વિંછિયા પોલીસે સામસામી ફરિયાદના આધારે 

સાત શખસો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

બનાવ અંગે વિંછિયાના કંધેવાળીયા ગામે રહેતા ભાવનાબેન જયસુખભાઈ ઓળકીયા (ઉ.વ.૩૦) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિંછિયાના પીપરડી ગામે રહેતા લાલા ગોરા ભરવાડ અને તેના ભત્રીજા જયદીપ ભરવાડના નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.૩ ના તે તથા તેમના પતિ જયસુખભાઈ બંને બપોરના કંધેવાળીયા સીમમાં કરાળની વાડી તરીકે ઓળખાતી તેમની વાડીએ દવા છાંટવા માટે ગયા હતા. ત્યારે 

રેલના પાટે પીપરડી ગામના લાલા ભરવાડ - અને તેની સાથે જયદીપ બંને માલઢોર ચરાવવા રેલના પાટા પર ચાલતા ચાલતા

આવતા હતા.

 બાદમાં તેમણે પોતાના માલઢોરને રેઢા મૂકી દેતા આ માલઢોર ફરિયાદીના વાડીમાં આવી મગફળીનું વાવેતર કરેલ હોય જે મગફળીનો મોલ ખાવા લાગતા ફરિયાદી તથા તેમના પતિએ લાલા ભરવાડને વાડીએ ઢોર ચરાવવાની ના પાડતા બંને ફરિયાદીના પતિ જયસુખભાઈ સાથે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે, ઢોરને અહીંયા ચરાવીશું તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બાદમાં લાલા અને જયદીપે લાકડીના ઘા ફટકાર્યા હતા. દરમિયાન ફરિયાદીના કુટુંબીજનો આવી જતા આ બંને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા જયસુખભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં આ બંને વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે લાલા ભોળાભાઈ બાંભવા (ઉ.વ.૩૦, રહે. પીપરડી) એ

નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયસુખ જીલુભાઈ ઓળકીયા, જયસુખની પત્ની જયસુખનો ભાઈ, જયસુખના બા અને કેશાભાઈ નાથાભાઈ જાંબુકિયાના નામ આપ્યા છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તે તથા તેનો ભત્રીજો જયદીપ બંને પીપરડી ગામના ત્રણ ખૂણાની સીમમાં આવેલ જુના રેલવે પાટા વિસ્તારમાં ગાયો ચરાવતા હતા દરમિયાન બાજુના ગામના કંધેવાળીયાના જયસુખ ઓળકીયા સહિતના આરોપી તેની પાસે આવી બોલાચાલી કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે, મારી જમીનમાં ઉભા પાકમાં ઢોર કેમ ચરવા મૂકી દીધા? તેમ કહી ઝપાઝપી કરી જયસુખ ઓળકિયાએ હાથમાં રહેલા લાકડી વડે માર માર્યો હતો યુવાન સાથે રહેલા તેના ભત્રીજા જયદીપને પણ લાકડીના ઘા ફટકાર્યા હતા. ડરના લીધે બંને અહીંથી ભાગી ગયા હતા અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી. સામસામી ફરીયાદ પરથી ગુનો નોંધી પોલીસે તપાસ આદરી હતી.