જસદણ પાલિકાના તંત્રનું ભોપાળું છતું થયું તરગાળા શેરીમાં લેવલિંગ વિના કામ કરી નાખી બુદ્ધિનું પ્રદર્શન કર્યું સ્થાનિકોએ કામ અટકાવ્યું આબરૂના ધજાગરા
સ્થાનિક વેપારીઓએ આ રોડનું કામ અટકાવ્યું છે કે પોતાની દુકાનમાં પાણી ઘૂસી જશે પરંતુ સામાન્ય નાગરિકોના ઘરમાં પણ પાણી ઘૂસી જવાનો પ્રશ્ન છે ત્યારે આ બિલ્ડર લોબીએ આ પ્રશ્ન કેમ ન ઉઠાવ્યો તે પણ એક સવાલ ઉઠવા પામેલ છે
જસદણ ડી એસ વી કે હાઇસ્કુલ સામે આવૅલ તરગાળા શેરીમાં નગરપાલિકા દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવનિત નિર્માણધીન સી,સી રોડની કામગીરી તંત્ર વાહકોના અણધર નિર્ણયને કારણે નગરપાલિકાના તંત્ર ની જૉર ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રોડનું યોગ્ય લેવલિંગ લીધા વગર જ અન્ય કનેક્ટેડ રોડ કરતા અંદાજે અડધો . ફૂટ જેટલો ઊંચો રોડ બનાવી દેવાતા ભવિષ્યમાં દુકાનોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે.
દુકાનદારોમાં ઉઠેલા સવાલો મુજબ, શું નગરપાલિકાના જવાબદાર તંત્ર પાસે પૂરતું ટેકનિકલ જ્ઞાન નથી કે પછી જાણી જોઈને પ્રજાના
ટેક્સના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે રોડ બનાવતી વખતે લેવલિંગ જેવી પાયાની બાબતને નેવે મૂકી દેવાતા વેપારીઓએ કામ અટકાવવાની માંગ કરી હતી. આમ છતાં, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી કામ ચાલુ રાખતા મામલો બિચક્યો હતો.
મુજબ ફરીથી બનાવવામાં નહીં આવે, તો સામાન્ય વરસાદમાં પણ તમામ પાણી દુકાનોમાં ઘૂસી જશે. આ રોડ પર બારેમાસ પાણી ભરાયેલા રહેવાની પણ શક્યતા છે. ભારે વિવાદ અને વિરોધને પગલે ગત રાત્રે કામગીરી અધૂરી મૂકી દેવી પડી હતી.ફોટોલાઇન : ઊંચો રોડ બનાવી દેવાતા ભવિષ્યમાં દુકાનોમાં પાણી ઘૂસી જવાની દહેશત. ઉલ્લેખનીય છે કે અહીંના વેપારીઓમાં અમુક બિલ્ડર છે તેઓએ પોતાની દુકાનમાં પાણી ઘૂસી જવાનો પ્રશ્ન ઉઠાવ્યું છે ત્યારે સામાન્ય નાગરિકો કહે છે કૅ તેના ઘરમાં પણ પાણી ઘૂસી જવાનૉ પ્રશ્ન છે તે કેમ ન ઉઠાવ્યો તેવો પ્રશ્ન પણ સામાન્ય નાગરિકોએ બિલટલ લોબી સામે કર્યો છે