error: This Content is protected !!

રાજકોટ શહેર જિલ્લામાં કલા મહાકુંભમાં ભાગ લેવા સ્પર્ધકો માટૅ અરજી ફોર્મ સ્વીકારવાની મુદત ૨૫ ઓગસ્ટ સુધી વધારાઈ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા સંચાલિત “કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭”માં વધુ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે અરજી ફોર્મ સ્વીકારવાની અંતિમ તા.૦૫-૦૮-૨૦૨૬ના બદલે મુદતમાં વધારો કરીને તા.૨૫-૦૮-૨૦૨૬ કરવામાં આવી છે. જેની રાજકોટ શહેર અને ગ્રામ્યનાં સ્પર્ધકોએ નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રાજકોટ શ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.