જસદણમાં 30 વર્ષીય રત્નકલાકાર યુવાન સુનિલ ગાબુ નૉ ઘઉં માં નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપધાત પરિવારમાં કલ્પાંત સર્જાયો
જસદણમાં પૉલારપર રોડ પર રહેતો 30 વર્ષીય યુવકે જેરી દવા પીને જીવન ટૂંકાવ્યું રાજકોટ સિવિલમાં દાખલ હતો જ્યાં સારવારમાં મોત નિપજ્યું હતું. વધુ માહિતી મુજબ જસદણમાં કોલર પર રોડ વિસ્તારમાં રહેતો સુનિલ ગાબૂ (ઉંમર.30) એ તારીખ 11/8/26ના સવારના 10:00 વાગ્યા ની આસપાસ ઘરે કોઈ હાજર ન હતું .ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ ને સુઈ ગયો હતો મોટાભાઈ ઘરે આવતા જોયું ત્યારે સુનીલે મોટાભાઈ ને કીધું કે હું જેરી દવા પી ગયો છું ત્યારે મોટાભાઈ તાત્કાલિક 108 મારફતે રામાણી હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યાં સારવાર માં વધુ તબિયત બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડીઓ હતો જે ટુકી સારવાર દરમિયાન દમ તોડ્યો હતો વધુ વિગતો મુજબ સુનિલ હીરા ઘસવાનું કામ કરતો હતો.જે ત્રણ ભાઈ બેન માંથી સુનિલ બધાથી નાનો હતો અગાઉ લગ્ન બાદ છુટાછેડા થઈ ગયા હતા અને તે હીરા ઘસવાનું કામ કરતો હતો આ બનાવની જાણ થતા જસદણ પોલીસ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં આવીને કાનૂની કાગળૉ કરી અને આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ રાખી છે. પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.