70 માં શાળાકીય રમોત્સવમાં ભડલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રિદ્ધિ ઍ ૬૦૦ મીટર દોડમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો
વીંછીયા તાલુકાના ભડલી પ્રાથમિક શાળાની વિધાર્થીની રિદ્ધિ મકવાણા ઍ દૉડમાં રાજકોટ જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળા પરિવાર અને જસદણ વિછીયાનું ગૌરવ વધાર્યું છે ગુજરાત સરકાર અને સ્પોર્ટ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ૭૦ માં શાળાકીય રમતોત્સવનું જિલ્લા કક્ષાનું આયોજન રેસકોષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં રાજકોટ જિલ્લાના દરેક તાલુકા કક્ષા એ વિજેતા બનેલા ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમાં શ્રી ભડલી પ્રા.શાળા નં.૨ માં ધોરણ ૮ માં અભ્યાસ કરતી મકવાણા રિધ્ધિ કલ્પેશભાઈ એ ૬૦૦ મીટર દોડ અને ૪૦૦ મીટર દોડ માં સમગ્ર જિલ્લા માં બહેનો ના વિભાગ માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.આ તકે શાળાના આચાર્ય શ્રી મનસુખભાઈ હાંડા તથા સમગ્ર શાળા પરિવારે ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.આવનાર સમય માં રિધ્ધિ બેન રાજ્ય કક્ષા એ રમવા માટે જઇનૅ રિદ્ધિ બેન ગુજરાત લેવલે સિદ્ધિ હાસિલ કરે તેવી ખૂબ ખુબ શુભેચ્છાઓ શાળા પરિવાર દ્વારા પાઠવવામાં આવી હતી