error: This Content is protected !!

જસદણ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ ના મામલતદાર કચેરી ખાતૅ યોજાશે અરજદારો ઍ પ્રશ્નો અંગેની અરજી તા.૧૦ સુધીમાં કરવા સૂચના

જસદણ તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા.૨૮/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, જસદણ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ નાયબ કલેકટરશ્રી જસદણના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે

 જેથી સંબંધકર્તાઓએ જસદણ તાલુકાના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી ૨-નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી, જસદણ ખાતે તા.૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં કરવી. ત્યારબાદ રજુ થયેલ પ્રશ્નો ઉક્ત નિયત તારીખના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

 તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય.તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેવી અરજીઓ સ્વીકારવામાં આવશે.

 આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ નગરપાલિકા અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા હોવા જોઈએ અને તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી. આ કાર્યક્રમમાં અરજદાર રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆતો કરી શકશે નહીં. ઉક્ત મુજબની કેટેગરી સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ મામલતદારશ્રી, જસદણ દ્વારા જણાવાયુ છે.