દવા ઓપીડીને પણ હવે હેલ્થ વીમા હેઠળ લાવવા તૈયારી બીપી ડાયાબિટીસ હૃદયના દર્દીઓને રાહત થશે
પ્રાઈવેટ હોસ્પિટલોએ ૨૦ ટકા બેડ ગરીબો માટે સબસીડી દરે રાખવા પડશે ઇલાજ શરૂ થતાં પહેલાં દર્દીને પૂરો અંદાજિત ખર્ચ જણાવવો પડશે
ખાનગી હોસ્પિટલોમાં ઇલાજના વધતાં ખર્ચ અને દર્દીઓનાં ખિસ્સા પર પડતાં ભારે બોજને ઓછો કરવા માટે સંસદની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સંબંધી સ્થાયી સમિતિએ કેટલીક મહત્વની ભલામણો કરી છે. આ હેઠળ સમિતિએ હેલ્થ ઇન્શ્યોરન્સ (સ્વાસ્થ્ય વીમા)નો દાયરો હોસ્પિટલમાં
દાખલ થવા સુધી સીમિત રાખવાને બદલે OPD ઇલાજ સુધી લંબાવવાની ભલામણ કરી છે. સમિતિએ વીમા નિયામક IRDAI ને માનક સ્વાસ્થ્ય વીમા યોજનાઓમાં OPD કવરેજ ફરજિયાત કરવા કહ્યું છે તેમાં જૂની બીમારીઓના દર્દીઓ માટે નિયમિત તપાસદવાઓ અને એક્સપર્ટ ડોક્ટરના પરામર્શના
ખર્ચને પણ સામેલ કરવાની ભલામણ છે. રિપોર્ટ અનુસાર, OPDમાં એક વાર ઇલાજ કરાવવા પર દર્દીને પોતાનાં ખિસ્સામાંથી સરેરાશ ૫૬૧ ખર્ચ કરવા પડે છે સમિતિએ કહ્યું કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગના દર્દીઓને વારંવાર ડોક્ટરને બતાવવું પડે છે અને તપાસ-દવાઓ કરાવવી પડે છે તેથી સ્વાસ્થ્ય વિમામાં માત્ર હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ જ નહીં, પણ OPDનો ખર્ચ પણ સામેલ હોવો જોઈએ.
આ સાથે જ સમિતિએ રૂમના ભાડા સાથે જોડાયેલી વધારાની બિલિંગ વ્યવસ્થા નાબૂદ કરવાની ભલામણ કરી છે. રિપોર્ટ મુજબ, ઇલાજની પ્રક્રિયાઓમાં દર્દીનાં રૂમની શ્રેણીનાં આધારે ઇલાજનો ચાર્જ વધારવાની વ્યવસ્થા દર્દી પર ભારે આર્થિક બોજ નાખી શકે છે
નક્કી પેકેજ રેટ જાહેર કરવામાં આવે
સમિતિએ માનક તબીબી અને સર્જરી પ્રક્રિયાઓ માટે નક્કી અને એકસમાન પેકેજ રેટ જાહેર કરવાની ભલામણ કરી છે. આ દરોમાં ડોક્ટરની ફી, તપાસ, ઇલાજમાં વપરાતી સામગ્રી અને સામાન્ય સર્જરી પછીની સંભાળને સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે. આનાથી દર્દીને ઇલાજ પહેલાં જ સંભવિત ખર્ચનો અંદાજ મળી શકશે.
દવા અને સાધનોની કિંમત પર પણ કિંમતોમાં મોટો તફાવત સમિતિએ દવાઓ અને ઇલાજ સાથે જોડાયેલા સાધનોની મૂળ કિંમત અને MRP વચ્ચેના મોટા તફાવત પર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં હાર્ટ એટેકના ઇલાજમાં વપરાતા પટેનેક્ટેપ્લેસથનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેની મૂળ કિંમત ૧૮,૦૦૦ છે જ્યારે તેની MRP ૫૦,૦૦૦ દર્શાવવામાં આવી છે MRP નો તફાવત ૨૦ ટકા સુધી જ રાખવા ભલામણ : સમિતિએ મૂળ કિંમત અને MRP વચ્ચેનો તફાવત ૨૦ ટકાથી વધુ ન રાખવાની ભલામણ કરી છે.