જસદણના 22 વર્ષીય યુવાને ઘરની ચિંતામાં ફિનાઇલ ગટગટાવી લેતા રાજકોટ સારવારમાં ખસેડાયો
જસદણ માં રહેતા 22 વર્ષે યુવકૅ ઘરની ચિંતામાં ફિનાઈલ ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસૅડીયો છે બનાવા અંગે જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં રહેતા હીરનેભાઈ શામજીભાઈ ચૌહાણ નામના ૨૨ વર્ષના યુવાને ઘરની ચિંતામાં ફિનાઈલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને ઘરની ચિંતામાં ફિનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.