જસદણના ભાડલામાં નશૅડી પિતાની રાક્ષસી કરતૂત 13 વર્ષની પુત્રીની હત્યાનો પ્રયાસ પોલીસૅ ગુનો નોંધી તપાસ આદરી
પતિ-પત્ની વચ્ચે ચા બનાવવા બાબતે થયેલ ઝઘડામાં નશાખોર પિતાએ પુત્રીને ગળેટુંપો આપી મારી નાખવાનો પ્રયાસ કર્યો
જસદણ તાલુકાના ભાડલા ગામે પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતી અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જાય તેવી અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. કળિયુગી પિતાએ પોતાની જ ૧૩ વર્ષની સગીર વયની માસૂમ પુત્રી પર જીવલેણ હુમલો કરી, ઘરની અંદર જ ચુંદડી વડે ગળાટૂંપો આપી જાનથી મારી નાખવાનો સનસનાટીભર્યો પ્રયાસ કર્યો હતો આ અંગે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી દીકરીની માતાએ ભાડલા પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાડલા ગામે રહેતી ૩૨ વર્ષીય સુમિત્રાબેન સોલંકી તેના પતિ વિપુલભાઈ ગગજીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે સગર્ભા હોય, પોતાની ૭ વર્ષની નાની પુત્રી સાથે સારવાર અર્થે આટકોટની કે.ડી.પી. હોસ્પિટલે ગયા હતા. તે સમયે તેમના પતિ વિપુલભાઈ સોલંકી મજૂરી કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, જ્યારે ૧૩ વર્ષની તેમની મોટી પુત્રી અને ૯ વર્ષની વચલી પુત્રી ઘરે હતી. બે કલાક હોસ્પિટલ રોકાયા બાદ જ્યારે સુમિત્રાબેન હોસ્પિટલેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે પાડોશમાં રહેતા ભારતીબેન દરબારના ફોન પરથી તેમની પુત્રીએ ફોન કરીને જાણ કરી હતી કે, "મોટી બહેન ઘરમાં ગળે ચુંદડી બાંધેલી હાલતમાં બેભાન પડી છે." આ અણધાર્યા સમાચાર સાંભળતા જ સગર્ભા માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. બનાવ અંગે તુરંત પરિજનોને જાણ કરવામાં આવતા, મોટો ભાઈ હિતેશભાઈ અને સગા-સંબંધીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પુત્રીને આ બાબતે પૂછ્યું ત્યારે તેણીએ સમગ્ર ઘટનાની વિગતૉ જણાવી હતી, તેના જણાવ્યા મુજબ, બનાવ સમયે ૧૩ વર્ષની પુત્રી ઘરે એકલી હતી ત્યારે તેનો પિતા વિપુલભાઈ સોલંકી ઘરે પહોંચ્યો હતો અને પોતાની જ દીકરીને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. ભયભીત થયેલી દીકરી ભાગવાનો પ્રયાસ કરવા જતાં પિતાએ તેને પકડી પાડી હતી અને તેના મોઢાના
ભાગે કપડાનો ડૂચો દબાવી દીધો હતો. ત્યારબાદ તેને ઘરની અંદર ઢસડી જઈ, ઘરમાં પડેલી ચુંદડી વડે તેના હાથ અને પગ બાંધી દીધા હતા તથા અડધી ચુંદડી વડે ગળે ટૂંપો આપી જાનથી મારી નાખવાનો ક્રૂર પ્રયાસ કર્યો હતો.૧૩ વર્ષની માસૂમ પુત્રી બેભાન થઈ જતાં આરોપી પિતા સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.ગંભીર રીતે ઘવાયેલી ૧૩ વર્ષની પુત્રીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકો સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ત્રણ દિવસ સુધી તે આઈસીયુમાં બેભાન હાલતમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી રહી હતી. રવિવારે તે ભાનમાં આવ્યા બાદ, પોલીસે તૅની હાજરીમાં મરણૉમુખ નિવેદન લીધું હતું જૅમા તેની જ પુત્રીએ પોતાના પિતાની રાક્ષસી કરતુતૉ જણાવી હતી