error: This Content is protected !!

રાજકોટ દૂધ સંઘ દ્વારા અંતિમ દૂધ ભાવ વિતરણનો કાર્યક્રમ યોજાયૉ ૫૨,૮૧૨ પશુપાલકોના બેન્ક ખાતામાં રૂ. ૭૫ કરોડની ડિજીટલી ચૂકવણી

સહકારથી સમૃદ્ધિ ના મંત્ર સાથે દેશમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે મંત્રી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી

 

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતા તેમજ સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્યો જયૅશ રાદડીયા તથા ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં અંતિમ દૂધ ભાવ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 'સહકારથી સમૃદ્ધિ' પ્રોજેક્ટ હેઠળ વર્ષ ૨૦૨૫-'૨૬ના નફામાંથી કુલ ૫૨,૮૧૨ પશુપાલકોના બેન્ક ખાતામાં પ્રતિ કિલોગ્રામ પેટે રૂ. ૮૪ લેખે કુલ રૂ. ૭૫ કરોડની રકમના અંતિમ દૂધ ભાવની ડિજીટલી ચૂકવણી કરવામાં આવી હતી.

 આ તકે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન, કૃષિ અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છૅ સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ ભાવ તફાવતની સમજ આપતા જણાવ્યું હતું કે પશુપાલકો પાસેથી દૂધ ખરીદતી વખતે નિયમિત ચૂકવવામાં આવતા ભાવ ઉપરાંત, દૂધ અને તેની બનાવટોના વેચાણમાંથી જે નફો થાય છે તે નફો પુનઃ પશુપાલકોને જ પાછો આપવામાં આવે છે હવે ગામડાંની સહકારી મંડળીઓને માત્ર દૂધ કે બેંકિંગ પૂરતી સીમિત ન રાખતાં, રેશનિંગ દુકાન, ગેસ વિતરણ અને અન્ય સરકારી લાયસન્સની પ્રક્રિયાઓ સાથે પણ જોડવામાં આવશે આ કાર્યક્રમમાં રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા અને સભાસદ વનરાજભાઈ ખીંટે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટ દૂધ સંઘ સૌરાષ્ટ્રભરમાં દૂધ ઉત્પાદકોના બેન્ક ખાતામાં ભાવફેરની રકમ જમા કરાવતો એક માત્ર દૂધ સંઘ છે. પશુપાલકોની ઓળખ એવા ગામઠી પાઘડી, કોટ અને લાકડીથી પશુપાલકોએ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા વલ્લભભાઈ ઝાપડીયા સહિત અગ્રણીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.