જસદણની વિજ્ઞાન પ્રવાહની સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓઍ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા જુડો સ્પર્ધામાં ગોલ્ડન અને સિલ્વર મેડલ મેળવ્યો
જસદણમાં વિજ્ઞાન પ્રવાહની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જૂન-2025થી શરૂ થયેલી સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા. 14/08/2026 ના રોજ યોજાયેલી યુનિવર્સિટી કક્ષાની જુડો સ્પર્ધામાં શાનદાર સફળતા મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે જૅમા બહેનોની સ્પર્ધા ડાભી શ્રદ્ધા જયંતીભાઈ ઍ સિલ્વર મેડલ સાથે દ્વિતીય ક્રમ જ્યારે ભાઈઓની સ્પર્ધામાં તુષાર મૂળિયા ઍ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો ખાસ ગૌરવની વાત એ છે કે તુષાર મૂળિયા હવે ભોપાલ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની (National Level) જુડો સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કોલેજ પરિવાર વતી પ્રિન્સિપાલ ડૉ. એ. બી. જોશી ડૉ. બી. કે. બાવળિયા, ડૉ. એન. વી. જાની, ડૉ. જે. જે. વાલાણી તથા સુનિલ રોજાસરા દ્વારા બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવવા માટે સોમવારે કોલેજના આચાર્ય ડૉ. અલ્પેશ જોશી દ્વારા બંને વિદ્યાર્થીઓને રૂ. 1,100/- રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. જસદણની સરકારી કોલેજના આ વિદ્યાર્થીઓની સિદ્ધિ સમગ્ર જસદણ માટે ગૌરવની બાબત હોવાનું કોલેજ પરિવારે જણાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી