error: This Content is protected !!

જસદણના બળધોઈ મૉટાદડવા મા રૂ,3:50 કરૉડના ખર્ચે નિર્માણાધિન ત્રણ નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બાવળીયા

ત્રણેય પુલનું કામ 10 મહિનામાં પૂર્ણ કરાશે લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે

 

જસદણ તાલુકાના બળધોઈથી મોટા દડવા રોડ પર રૂ.૩.૫૦ કરોડના ખર્ચે બનનારા ૩ નવા બ્રિજનાં કામનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આતકૅ મંત્રી કુંવરજીભાઈ એ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી બળધોઈ અને મોટા દડવા વિસ્તારના ગ્રામજનો તથા વાહનચાલકોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે અને વાહનવ્યવહાર વધુ ઝડપી તેમજ સુરક્ષિત બનશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનનારા ત્રણેય પુલનું નિર્માણ કાર્ય ૧૦ મહિનામાં પુર્ણ કરાશે. તેમાં મજબૂત એપ્રોચ રોડ

પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચર સાથે કામ પૂર્ણ કરાશે.

આ વિસ્તારમાં રસ્તા અને બ્રિજ નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ગામડાઓ શહેર સમોવડા બને, પાયાની તમામ જરૂરિયાતો ગામમાં જ ઉપલબ્ધ થાય તે માટે ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ સહિત સુવિધાથી ગામડાઓને સજ્જ કરવામાં આવી રહ્યાં છે.