જસદણ બાઈપાસ સર્કલ અને વિછીયા આંબલી ચૉક માંથી પોલીસ અને ગૌ પ્રેમીઓએ કતલખાને ધકૅલાતા બે ટ્રકમાંથી ૨૧ પશુઑનૅ બચાવાયા
ટ્રક ચાલકોની ધરપકડ સૌરાષ્ટ્રમાં કતલખાને ધકેલાતા પશુઓનું મોટું સ્કેન્ડલ ખુલ્યુ રૂરલ પોલીસ અને ગૌરક્ષકોના સપાટા થી ફફડાટ
શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી કતલખાને ધકેલાતા પશુઓને ઉગારવા માટે રાજકોટ રૂરલ પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજય સિંહ ગુર્જરની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ અને વિંછીયા પોલીસે ગૌરક્ષકો સાથે મળીને ભેંસો ભરેલા બે ગેરકાયદેસર ટ્રક ઝડપી પાડ્યા છે જૅમા
જેતપુર, ધોરાજી, ઉપલેટા અને માણાવદર તરફથી ભેંસો ભરીને ભરૂચના કતલખાને લઈ જવાતી ગેરકાયદેસર ગાડીને જસદણ બાયપાસ સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી પાડી છે જેમાં ખીચો ખીચ ભરેલ હાલતમાં 10 ભેંસો મળી આવી હતી જ્યારે
વિંછીયા, ચોટીલા, લીંબડી અને મોરબીના તમામ ગૌરક્ષકો તેમજ વિંછીયા પોલીસના સંયુક્ત પ્રયાસોથી ૯ ભેંસો અને બે પાડાઑ ભરેલો બીજો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બંને ઘટનાઓમાં મુક્ત કરવાયેલા તમામ પશુઓને સુરક્ષિત રીતે વિંછીયા મહાજન પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં કસાઈઓના ધામા અને મોટું સ્કેમ
ભરૂચ અને મહારાષ્ટ્ર તરફના મોટા કસાઈઓ, જેઓ મહારાષ્ટ્રમાં કતલખાના ચલાવે છે, તેમણે ભેંસોની ખરીદી માટે સૌરાષ્ટ્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારો જેવા કે જામખંભાળિયા, ચોખંડા, પાનેલી, ખાંભલા તેમજ જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખ્યા છે. આ કસાઈઓ સ્થાનિક લોકોને ભોળવી અને લાલચ આપી પશુઓ ખરીદીને કતલખાને મોકલવાનું મોટું સ્કેન્ડલ ચલાવી રહ્યા છે.
રાજકોટ રૂરલ પોલીસ, SP તેમજ જસદણ અને વિંછીયા પોલીસની આ પ્રશંસનીય કામગીરીને તમામ જીવદયા પ્રેમીઓએ બિરદાવી છે. સાથે જ આ કૌભાંડને જડમૂળથી નાથવા માટે નીચે મુજબની આકરી માંગણીઓ કરી છે આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધારોને પકડવા માટે તપાસ એલસીબી (LCB) ને સોંપવામાં આવે એક ને એક વાહન ૫-૫ વાર પકડાય છે, તેથી આવા ગેરકાયદેસર વાહનોને કાયમી ધોરણે જપ્ત કરી સરકારી ચોપડે ખાલસા કરવામાં આવે.
ભેંસો ભરેલા ટ્રકોમાં ૧૦-૧૦ વાર પકડાતા આરોપીઓ સામે પાસા (PASSA) હેઠળ કાર્યવાહી હાઈવે પર રાત્રિના સમયે પોલીસ દ્વારા કડક સૂચનાઓ સાથે ખાસ વોચ ગોઠવવામાં આવે જેથી પશુ હેરાફેરી સંપૂર્ણપણે અટકે