વિંછીયા ના મોટા માત્રાની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો વાડીમાં સંતાડેલ 56 પૅટી દારૂ બીયર નૉ જથ્થો ઝડપાયો
ભારતીય બનાવટની 1500 બોટલ અનૅ રૂ.9.35 લાખના દારૂ બીયર સાથૅ રૂ,21.35 લાખનો મુદ્દામાલ જપ્ત વાડીમાલિક સહિત બે ફરાર
વીંછિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોટા માત્રા ગામની સીમમાં વાડીમાં સંતાડેલ 1500 બોટલ સાથૅ રૂ.9.35 લાખનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયો છે.
દરૉડા દરમિયાન દારૂની પેટી આશરે 56, બોટલ 1556 મળી આવી હતી. દારૂ સહિત કુલ રૂ.21.35 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એસ.એમ. જાડેજાની
ટીમે મોટા માત્રા ગામની સીમમાં વિજય ભરતભાઈ ખાચરની વાડીના ધારડીધારવાળા ખેતરમાં રેડ કરી હતી તપાસ દરમિયાન ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો આ મામલે વીંછિયા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે મોટા માત્રાના વિજય ભરતભાઈ ખાચરને દારૂનો જથ્થો મગાવી કટિંગ કરનાર તરીકે વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અન્ય શખ્સની શોધખોળ શરૂ કરાઈ છે.