વિંછીયામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઢેઢુકી એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ૨૦૨૪-૨૫ અંતર્ગત રિસર્ફેસિંગ ઓફ એમ.ડી.આર.થી ઢેઢુકી એપ્રોચ રોડનું ૨૫૦.૦૦ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કામગીરી અંતર્ગત ૩.૧૦૦ કિલોમીટર લંબાઈમાં ત્રણ લેયર ડામરકામ (બી.યુ.એસ.જી., બી.એમ. અને એમ.એસ.એસ) કરવામાં આવશે. તેમજ રસ્તામાં આવતી ગોળાઈને ૫.૫૦ મીટર પહોળાઈમાં વાઈડનિંગ કરવાનું આયોજન છે. આ ઉપરાંત ઢેઢુકી ગામમાં ૬૫૦ મીટર લંબાઈમાં ૫.૨૦ મીટર પહોળાઈનો સી.સી. રોડ, ૧૦૬ મીટર લંબાઈની પ્રોટેક્શન વોલ, સાઈડ સોલ્ડર માટીકામ, રોડ ફર્નિચર તથા થર્મોપ્લાસ્ટિક પટ્ટાનું કામ પણ કરવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ ઉપસ્થિત જનસમૂહને પ્રેરક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય માર્ગ વિકાસથી ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળે છે. આ કામ પૂર્ણ થતા વાહન વ્યવહાર વધુ સુલભ બનશે.
કાર્યક્રમમાં અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા