ન્યુઝીલેન્ડ્રુના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ઓકલેન્ડમાં ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની મદનમોહન શેઠી દ્વારા ઉજવણી
15 મી ઓગસ્ટ નિમિત્તે ગાંધી સેન્ટર ખાતે ધ્વજવંદન અને ભારતીય સમુદાયના લોકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
ભારતના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગેન્યુઝીલેન્ડ નાં ઓકલેન્ડ નાં ગાંધી સેન્ટર ખાતે ડો, મદનમોહન સેઠી દ્વારા ધ્વજવંદન કરાયું હતું તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.ઓકલેન્ડમા ભારત - ઓકલેન્ડ ઇન્ડિયન ડાયસ્કપોરા ગ્રુપના સહયોગથી ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વાર મહાત્મા ગાંધી સેન્ટર ઓકલેન્ડ ઈન્ડિયન એસોસિએશન ખાતે આ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ભારતમાં આ તકે સમુદાય ના લોકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં અને ૮૦મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
આ તકે ન્યૂઝીલેન્ડ નાં વડાપ્રધાન કિસ્ટોફર લક્ષન હાજર રહી ભારતીય સમુદાય ના લોકો ને શુભેચ્છા આપેલ હતી અને ગાંધી સેન્ટર ની બાજુ માં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે વડાપ્રધાન કિટોફર લકસન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને વડાપ્રધાન શ્રી ક્રિસ્ટોફર લક્ષને મંદિર ના પુજારી દ્વાર ખાસ પૂજા અર્ચના કરાવામાં આવેલ અને વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન દ્વારા સમગ્ર વિશ્વ કલ્યાણ અને વિશ્વ સાન્તી માટે પ્રાથેના કરેલ હતી આતકે મંદિર ના પુજારી અને સંસ્થા નાં પ્રમુખ અને હોદેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ન્યૂઝીલેન્ડ નાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્ષને બાળકો સાથે સુભેક્ષા મુલાકાત કરી હતી