error: This Content is protected !!

વીંછીયાની શ્રી રૂપાવટી પ્રાથમિક શાળામા PM SHRI ભવ્ય વાર્ષિક રંગોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓઍ મંત્ર મુગ્ધ કરતી 27 સાંસ્કૃતિક કલા કૃતિઓ રજૂ કરી

વિંછીયા તાલુકાની શ્રી રૂપાવટી પ્રાથમિક શાળામા PM SHRI શાળાનો વાર્ષિક ઉત્સવ રંગોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. પીએમ ગુજરાત યોજનામાં સામેલ આ શાળાના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો.

વિદ્યાર્થીઓએ સામાજિક જાગૃતિ, શિક્ષણનું મહત્વ, નારી શક્તિ અને દેશભક્તિ જેવા વિષયો પર આધારિત કુલ 27 સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ ત્રિવેણી સંગમ સમાન રહ્યો હતો. લોકભારતી અધ્યાપન મંદિર - સણોસરાથી પધારેલી D.EL.ED. તાલીમાર્થી બહેનો તેમજ અમરાપુર કોલેજમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતી ગામની છ વિદ્યાર્થિની બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન સાંજે 8:30 કલાકે વિંછીયા પોલીસ સ્ટેશનના પીઆઇ ડામોર તથા ગામના પ્રથમ નાગરિક અને સરપંચ રસિકભાઈ મેળજાના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમ રાત્રિના 1:00 વાગ્યા સુધી સતત ચાલ્યો તેમજ તેનું લાઈવ પ્રસારણ યુ ટ્યુબ ચેનલ rupavati edu ઉપર કરવામાં આવ્યું.

શાળાના વિકાસ માટે ગ્રામજનોએ ₹50,000થી વધુનો લોકફાળો આપ્યો, જે ગ્રામજનોની શિક્ષણ પ્રત્યેની લાગણીનું ઉત્તમ ઉદાહરણ છે. કાર્યક્રમ દરમિયાન શાળાના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ — ગાબુ સાહિલ અને ઓળકિયા અમન — જે હાલમાં વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી રહ્યા છે, તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. ગ્રામજનોએ આપેલા સહકાર બદલ શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા પરિવાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.