કોટડા સાંગાણી પલીસનૅ વાદીપરામા જાહેરમાં પત્તા ટીચતા હૉવાની ગંધ આવી જતાં જ દરૉડૉ હારજીતનો જુગાર રમતા પાંચ શકુનિઓ ઝડપાયા
કોટડા સાંગાણી પંથકમાં શ્રાવણીયા જુગાર અંગૅના દરોડામાં પાંચ શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી પોલીસ મથકના સ્ટાફે વાદીપરા ગામે જાહેરમાં હારજીત નો જુગાર રમતા હોવાની ગંધ આવી જતા તુરંત માયાણીના મઢની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા ઝડપાયેલા જુગારીઓમાં પ્રકાશ મકવાણા, પરબત માયાણી, મુકેશ વાઘેલા, વિપુલ માયાણી, મનસુખ બારૈયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રકમ અને મોબાઇલ સહિત 30,320 નો મુદ્દામાલ કબજે કરી કોટડા સાંગાણી પૉલીસૅ જુગાર ધારા ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી