error: This Content is protected !!

જસદણના બળધોઈનો યુવાન રૂપીયા ત્રણ ગણા કરવા ની લાલચૅ વ્યાજંકવાદમાં ફસાતાં ઘર છૉડવુ પડ્યું ગઠીયા સામે ગુનો દાખલ

બાબરાના ગઠિયા સંજય ઠુંમરે પૈસા ત્રણ ગણા કરી દેવાની લાલચ આપતાં યુવકે ચાર શખ્સો પાસેથી ઉંચા વ્યાજે લઇ આપ્યાં ઠગૅ પરત ન આપતાં યુવાન ફસાયો 

 

વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી પરીવારને મારી નાખવાની ધમકી આપતાં યુવાનને ગામ છોડવું પડયું : પાંચ શખ્સો વિરુદ્ધ જસદણ પૉલીસૅ ગુનો નોંધાયૉ

 

જસદણના બળધોઈ ગામે રહેતા ભાર્ગવદાસ શીવરામ ગોંડલીયા (ઉવ.૩૦) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય ધીરુ ઠુંમર (રહે.રાયપર, બાબરા, અમરેલી), નાનજી પોલા પરમાર (રહે.દેવળીયા, ભાડવા), કિશન શિલદાસ ગોંડલીયા (રહે.ગઢડીયા જસ, જસદણ), રવિદાસ પ્રવિણદાસ હરિયાણી (રહે. ભાડલા, વેરાવળ) અને કમલેશ જાની (રહે. જસદણ) નું નામ આપતાં જસદણ પોલીસે મનીલેન્ડ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ ઓગષ્ટ મહિનામા જસદણમાં ક્રિષ્ના કોમ્પલેક્સમા ગુરૂવંદના કોમ્પ્યુટર નામની દુકાનમા ફાયનાન્સનુ કામ કરતો હતો. ત્યા મુલાકાત સંજય ઠુંમર સાથે થયેલ હતી. સંજયે કહેલ કે, હુ એક કંપનીમા રોકાણ કરૂ છુ, જેમા રોકેલા નાણાથી ત્રણ ગણા નાણા દર મહિને મળે છે, જેથી તારે પણ વધારે રૂપીયા કમાવા હોય તો મને નાણા આપ, હું તે નાણા કંપનીમા રોકીને તેને ત્રણ ગણા કરી આપીશ. વધુમાં કહેલ કે, તું મને અત્યારે ૪ લાખ આપ, હુ કંપનીમા ઇનવેસ્ટ કરી દર મહિને તને ૩૦-૩૫ હજાર રૂપીયા આપીશ અને થોડા સમય પછી તને તારા ચાર લાખ પણ પાછા આપી દઈશ અને નફો પણ કમાવી આપીશ તેમ લાલચ આપેલ હતી યુવક પાસે રોકડમા એટલા રૂપીયા હાજર ન હોય જેથી નાનજી પરમાર સાથે ઓળખાણ થયેલ હતી. તેઓ જમીન લે-વેંચનું કામકાજ કરતા હતા. નાનજીભાઈ પાસેથી રૂ.૨ લાખ માસિક ૬% વ્યાજે લિધેલ હતા. બાદ ચાર લાખની મુડી ન થતી હોય જેથી ઓળખીતા કિશનભાઇ ગોંડલીયા પાસેથી રૂ.૨૦ હજાર વ્યાજે લિધેલ હતાં. દર મહિને કિશનને રૂ.૭ હજાર દેવાનુ નક્કી થયેલ. બાદ હજુ રૂપીયા ઘટતા રવીદાસ હરીયાણી પાસેથી રૂ. ૫૫ હજાર વ્યાજે લિધેલ તેમજ જસદણ રહેતા કમલેશ જાની પાસે થી રૂ. ૫૦ હજાર માસિક ૨૦ હજાર વ્યાજ ચૂકવવાની શરતે લીધા હતા