error: This Content is protected !!

વિરનગર હોસ્પિટલ અંધાપા કાંડ: શું ગરીબોની આંખોની કોઈ કિંમત નથી?– હાઈકોર્ટે પોલીસ તંત્રને ખંખેર્યું; 8 સપ્તાહમાં તપાસનો આદેશ.

જસદણ તાલુકાના વિરનગરની શિવાનંદ આંખની હોસ્પિટલમાં બનેલી હૃદયદ્રાવક ઘટના, જેમાં અનેક નિર્દોષ દર્દીઓએ હોસ્પિટલની કથિત બેદરકારીને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી, તે મામલે હવે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. વર્ષ 2024 ના આ વિવાદમાં ન્યાયમાં થઈ રહેલા વિલંબને જોતા, હાઈકોર્ટે રાજકોટ રૂરલ એસ.પી.ને 8 અઠવાડિયામાં તપાસનો ધમધમાટ પૂર્ણ કરવા અને દૂધનું દૂધ તથા પાણીનું પાણી કરવા કડક સૂચના આપી છે કેસની ગંભીરતા સેવાના નામે સર્જાયેલી હોનારત.સેવાકીય પ્રવૃત્તિના ઓઠા હેઠળ યોજાયેલા આંખના કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓ પોતાની આંખની રોશની મેળવવાની આશાએ આવ્યા હતા. પરંતુ, હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જરૂરી મેડિકલ પ્રોટોકોલના અભાવે અને તબીબી બેદરકારીના કારણે સર્જરી બાદ અનેક દર્દીઓના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો. પીડિતોનો આક્ષેપ છે કે હોસ્પિટલ તંત્રએ માત્ર સંખ્યા વધારવા પર ધ્યાન આપ્યું, દર્દીઓની સુરક્ષા પર નહીં.

એડવોકેટની તીખી દલીલો આ ભૂલ નહીં ગુનાહિત નિષ્કાળજી છે

પીડિતો વતી હાઈકોર્ટમાં લડત લડી રહેલા જાણીતા એડવોકેટ પ્રશાંત ચાવડાએ કોર્ટમાં ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે તપાસ માત્ર કાગળ પર રહી છે અને જવાબદારોને છાવરવામાં આવી રહ્યા છે. તબીબી વ્યવસાય પવિત્ર છે, પણ જ્યારે પ્રોટોકોલ તોડીને લોકોની દ્રષ્ટિ છીનવી લેવાય, ત્યારે તે ગુનાહિત કૃત્ય બને છે. જો આજે કડક પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં આવા કેમ્પ ગરીબ દર્દીઓ માટે જોખમી સાબિત થશે હાઈકોર્ટનો આદેશ અને આશાનું કિરણ ગુજરાત હાઈકોર્ટે આ કેસની ગંભીરતાને માનવતાના દૃષ્ટિકોણથી જોઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં કોઈ પણ પ્રકારની કચાશ ચલાવી લેવામાં આવશે નહીં. રાજકોટ રૂરલ એસ.પી.ને આદેશ અપાયો છે કે આ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરી, જવાબદાર તબીબો કે સંચાલકો સામે પુરાવા એકત્ર કરી 8 અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવામાં આવે મુદ્દા જે તપાસના કેન્દ્રમાં રહેશે આ ઘટનામાં શું ઓપરેશન થિયેટરના સાધનો સંક્રમિત હતા?, શું સર્જરી પહેલા જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા?, ઘટના બાદ હોસ્પિટલ દ્વારા સત્ય કેમ છુપાવવામાં આવ્યું?. આ ચુકાદાથી મેડિકલ જગતમાં બેદરકારી દાખવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિતોમાં ન્યાયની આશા જીવંત થઈ છે.