error: This Content is protected !!

જસદણના લીલાપુરમા વાડીના કાચા રસ્તે જાહેરમાં જુગાર રમતા ૫ બાજીગરૉ ઝડપાયા ૧ નાસી છૂટયૉ પોલીસે ૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જસદણ પોલીસનૅ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો લીલાપુર ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમી રહ્યા છે જે અનુસંધાને પૉલીસૅ પેટ્રોલ પંપની આગળ ખોડીયારમાં મંદિર તરફ જવાના કાચા રસ્તે રેઈડ કરી જાહેરમાં જૂગાર રમતા વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ રાઘવભાઈ રામાણી, ધંધો ખેતી, રહે. લીલાપુર ગામ લલીત મગનભાઈ સોમૈયા, ધંધો વેપાર, રહે. હાલ મુંબઈ કાંદીવલી મુળ રહે. લીલાપુર ગામ કેશુ માધાભાઈ પારખીયા, ધંધો નિવૃત રહે. જસદણ ચીતલીયા કુવા રોડ સ્વામીનારાયણનગર બટુકભાઈ કલ્યાણભાઈ રામાણી, ધંધો નિવૃત, ડો રહે. લીલાપુર ગામ, તથા મહેન્દ્ર શંકરભાઈ ગોસાઈ, ધંધો ડ્રાઈવીંગ રહે. લીલાપુર ગામને ઝડપી લીધા હતાં. જયારે જગદીશ રામાણી રહે. લીલાપુર ગામ નાસી છૂટયો હતો.

પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂા. ૩૩,૬૮૦, ૫ મોબાઈલ તથા બે બાઈક મળી કુલ ૧,૧૮,૬૮૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી