error: This Content is protected !!

કોટડાસાંગાણીના વડિયા ગામે શેઢા પાડોશીના ભાગ્યા ઍ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રૂ.૭.૮૨ લાખની ચોરી તી તસ્કર ઝબ્બે સાગરીત ની શોધ ખૉળ

૭૦ વર્ષીય વૃદ્ધ દંપતી રાજકોટ પુત્રના ઘરે ગયા નૅ ચોરીનૅ અંજામ આપ્યો તૉ

 એલસીબીએ ધારના મુકેશ આમલીયારની ધરપકડ કરી, રૂ. ૪૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો 

 

કોટડાસાંગાણીના વડિયા ગામે 70 વર્ષીય વૃદ્ધના મકાનના તાળા તોડી સોના-ચાંદીના ઘરેણાં, રોકડ અને જુના ચલણી સિક્કા મળી રૂ.7.82 લાખની ચોરીને અંજામ આપનાર શેઢા પાડોશીના ભાગીયાની રૂરલ એલસીબી ટીમે ધરપકડ કરી રૂ. 48 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે તસ્કરના સાગરીતની શોધખોળ આદરી હતી. 

બનાવ અંગે કોટડાસાંગાણીના વડિયા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધ પ્રવિણસિંહ મંગળસિંહ જાડેજા તેમના પત્ની સાથે ગત તા.18 ઓગસ્ટના રોજ તેમના પુત્ર યુવરાજસિંહના રાજકોટ ખાતે આવેલ મકાને રોકાવા ગયેલ હતા.

બાદમાં વૃદ્ધ દંપતી તા.25 ઓગસ્ટના રોજ વડિયા ગામે પરત ફરતા તેમના બંધા મકાનના દરવાજાના તાળા તથા નકુચા તૉટી અજાણ્યો તસ્કર રૂમમાં રહેલ લોખંડના કબાટ તોડી રૂ. 6,62,500 ની કિંમતના 12.5 તોલા વજનના સોનાના ઘરેણાં, રૂ. 60 હજારની કિંમતનું 900 ગ્રામ ચાંદીની ચીજ વસ્તુઓ, અલગ અલગ દરના ચાંદીના જુના સિક્કા જેની કિંમત રૂ. 2 હજાર અને રૂ. 58 હજારની રોકડ મળી કુલ રૂ. 7,82,500 ની ચોરી કરી ગયાની જાણ થતાં વૃદ્ધએ કોટડાસાંગાણી પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોંધાવી હતી. 

બનાવને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવાની આપેલ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઇ જે પી રાવના માર્ગદર્શન હેઠળની ટીમો દ્વારા બનાવ સ્થળ અને તેની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી ખાનગી બાતમીદારો મારફત હકીકત મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ઉપરાંત પોલીસે ચોરીના જુના બનાવોમાં આરોપીઓની વિગતો એકત્રિત કરવાનું શરૂ કરી આસપાસના ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોને ચેક કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન રૂરલ એલસીબી ટીમને માહિતી મળી હતી કે, ફરિયાદીના શેઢા પાડોશી હિરજીભાઈ શિંગાળાના ભાગીયા મુકેશ આમલિયાર (રહે. મધ્યપ્રદેશ) ની વર્તણૂક શંકાસ્પદ છે. 

જેથી રૂરલ એલસીબી ટીમે હડમતાળા ગામ પાસેથી ભાગીયાને પકડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરત શરૂ કરતાં તેણે 70 વર્ષીય વૃદ્ધના ઘરમાં ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપતા એલસીબી ટીમે ભાગીયા મુકેશ નાહરસિંગ આમલીયાર (ઉવ 35 હાલ રહે. નાના વડીયા ગામ, વેલજીભાઈ શિંગાળાની વાડીએ,કોટડા સાંગાણી, રાજકોટ. મૂળ રહે. ધાર,મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી રૂ. 3 હજારની રોકડ, બાઈક અને ઇમિટેશન જવેલરી સહીત રૂ. 48 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે ચોરીના ગુનામાં શામેલ અન્ય તસ્કર ભારત ઉર્ફે ભાયા ભુરૂ બામણીયા (રહે ધાર, મધ્યપ્રદેશ)ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં આરોપી વિરુદ્ધ આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોરીના નવ ગુના નોંધાઈ ચૂક્યાનું સામે આવ્યું હતું. વધુમાં આરોપીઓ દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયમાં તાળા તોડી ઘરફૉડ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પણ સામે આવ્યું હતું.