ભિક્ષુક વૃદ્ધા ચા પીવા બેઠા ને ભિક્ષાપાત્રમા મળેલ પુંજી 3100 ભરેલી થેલી ભંડૂ લઈને ભાગ્યું પોલીસે સીસીટીવીના આધારે કચરામાં ફેંકેલી થેલી શોધી પરત કરી
રાજુલામાં ભીક્ષુક વૃદ્ધાનૅ ભિક્ષાપત્રમાં મળેલ રૉકડ પૂંજી ભૂંદણુનું લઈને ભાગી જતા ભિક્ષુક મહિલાને દોડધામ થઇ હતી વૃદ્ધા ભીક્ષાવૃત્તિથી મળેલી રોકડ રકમની થેલી ઓટા પર મુકી ચા પી રહી હતી ત્યારે એક ભુંડ મોઢામાં થેલી પકડી નાસી ગયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કચરામાંથી આ થેલી શોધી કાઢી હતી આ ઘટના રાજુલામાં બની હતી અહીંની એક ભીક્ષુક મહિલાએ શહેરમાં ફરી ભીક્ષાવૃત્તિથી એકઠી કરેલી રૂા. 3100ની રોકડ રકમ એક થેલીમાં રાખી હતી. બજારમાં એક ઓટા પર આ થેલી મુકી મહિલા ચા પી રહી હતી. ત્યારે અહીંથી એક ભુંડ આ થેલીને મોઢામાં દબાવી નાસી ગયું હતું. થેલી ચોરાઈ જતા મહિલા દુ:ખી થઈ હતી તૅ સીધી જ પોલીસ મથકે દોડી ગઈ હતી
પીઆઈ વી.એમ.કોલાદરા અને તેની ટીમે મહિલાની થૅલી શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી. જેમાં એક ભૂંડ આ થેલી મોઢામાં દબાવી નાસતુ દેખાયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ભૂંડ આ થેલીને ક્યા લઈ જાય છે. તેનો રૂટ જાણ્યો હતો. ભૂંડે આ થેલી કચરામાં મુકી દીધી હતી. જે કબ્જે લઈ પોલીસે રૂા. 3100ની રકમ મહિલાને પરત કરી હતી.