error: This Content is protected !!

આટકોટમાં પંચાયત રોડ પરથી ધૉળા દાડૅ મોટર સાયકલ બઠાવી બે તસ્કરો છું મંતર ચૉરીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

પૉલીસૅ મવાલી નિશાચરૉ ની શૉધખૉળ આદરી ફૂટેજના આધારે તસ્કરૉના સગડ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો

 

જસદણ તાલુકાના આટકોટ ગામની મુખ્ય બજાર ઍવા પંચાયત રોડ સૂર્યમુખી મંદિર પાસે થી ધૉળા દિવસે બાઈક ચોરી ની ઘટના સામે આવી છે ચોરીની આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પંચાયત રોડ પર ગામના જ દિલીપભાઈનું બાઈક પડયું હતું જે કલ્પેશભાઈ ગાંઠીયા વાળાને ત્યાં નોકરી કરતા હોય ત્યાં રાખેલ હોય જે બપોર નાં સમયે 12.30 નાં સમયે બાઈક ઉઠાંતરી કરનાર બે શખ્સએ પહેલાં રેકી કરી પછી આ બાઈકને ઉઠાવી લીધું હતું. જેમાં એક શખ્સ બાઈક દોરીનૅ ચાલતો થયો હતો અને એક પાછળ આવતો હતો. બંને બપોર પછી આ બાઈક ઉઠાંતરી કરી ગયા હતા. ચોરે હાલ તો પોતાના તહેવાર સુધારી દીધા છે જ્યારે જેમનું બાઈક ચોરી થયું તેના તહેવારો બગડ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સગડ મૅળવવા તજવીજ શરૂ કરી છે.