આટકોટની કૅ ડી પી હોસ્પિટલમાં માવો ખાઈ પિચકારી મારવાની ના પાડતા નશાખૉર પૂર્વ કર્મી સહીત 10 શખ્શોની ટોળકીનો હુમલૉ તોડફોડ કરી ગાર્ડ્સનૅ માર માર્યો
ટેબલ વૃક્ષના કુંડાંના છુટા ધા કરી તોડી નાખ્યાં સ્ટાફને ભૂંડા બોલી ગાળો ભાંડી ધમકી આપી ધમાલ મચાવી આટકોટ પોલીસૅ ગુનો નોંધી તપાસ આદરી
જસદણ તાલુકાના આટકોટ ગામૅ રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ કેડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે.ડી.પી.માં ડઝનેક શખ્સોએ મળી સિક્યોરિટી ગાર્ડસ પર હુમલો કરી મોટાપાયે તોડફોડ કર્યાની ફરિયાદ આટકોટ પોલીસમાં નોંધાઈ છે. હોસ્પિટલમાં અગાઉ હાઉસ કીપર તરીકે નોકરી કરતાં આટકોટના અજય ગોવિંદભાઈ પરમાર, તેના મિત્રો અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગત મુજબ હોસ્પિટલમાં સિક્યોરિટી વિભાગમાં નોકરી કરતાં પંકજ ગુપ્તા ઉ.વ.૩૮ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે સાંજે નોકરી પર હતા ત્યારે મેઇન ગેઇટ પરથી આરોપી અજય તેના મિત્ર સાથે બાઇક પર આવ્યો હતો. આવીને માવાની પીચકારી મારી હતી, જેથી તેને ગેઈટ અંદર માવો ખાઈ થૂકવાની મનાઈ હોવાનું જણાવતા ઉશ્કેરાઈ જઈ તેને બેફામ ગાળો ભાંડી એટલું જ નહીં કોલ કરતાં દસેક
મિનિટ બાદ આઠથી દસ શખ્સો હોસ્પિટલમાં ધસી આવ્યા હતા ઘણા નશાની હાલતમાં હતા જેમાંથી બે શખ્સોના હાથમાં લાકડી હતી આવીને આ શખ્સોએ તેની સાથે ઝઘડો કરી, ગાળો ભાંડી, મારકૂટ શરૂ કરી હતી. દેકારો કરતાં બીજા સિક્યોરિટી ગાર્ડ કુલદીપ મારાજ છોડાવવા આવતાં તેને પણ બેફામ માર માર્યો હતો. એક શખ્સે તેની જમણી આંખે ઢીકો મારતા મૂંઢ ઇજા થઇ હતી. આટલેથી નહીં અટકતા તમામ શખ્સોએ ગેઈટ પાસેનું ટેબલ લાકડી વડે તોડી નાખ્યુ હતું. વૃક્ષના કુંડાઓ ઉંચકી ઘા કર્યા હતા. હોસ્પિટલની અંદર જઇ સિક્યોરિટી અને બીજા સ્ટાફ સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો. તમામને હોસ્પિટલના સ્ટાફે ભેગા મળી બહાર કાઢ્યા હતા.જતા-જતા હવે તમે કેમ બહાર નીકળી છો, તમને બધાને જોઈ લઈશું તેવી ધમકી આપી હતી. આટકોટ પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે