error: This Content is protected !!

જસદણ પાસે ટાટા હૅરિયર કારમાં મદિરા ની હેરાફેરીનો પર્દાફાશ ૨૬૨૩ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો બુટલેગર છું મંતર

રાજકોટ રૂરલ એલસી ભડલી-સનાળા રોડ પર ત્રાટકી બુટલેગર અંધારાનો લાભ લઇ ફરાર, રૂ.૧૬.૧૬ લાખનો શરાબ સહિત મુદામાલ જપ્ત

 

જસદણ બાયપાસ પાસેથી દારૂ ભરેલી કાર રૂરલ એલસીબીની ટીમએ ઝડપી લીધી હતી. પોલીસે નવી નકોર ટાટા હેરિયર કારમાંથી રૂપિયા ૬.૧૬ લાખની કિંમતનો ૨૬૨૩ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા ૧૬.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરેલી કાર અહીં મૂકી નાસી ગયેલા બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છૅ

દરોડાની વિગતો મુજબ, રાજકોટ

એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઈ રાજકોટ ગ્રામ્ય એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એચ.સી. ગોહિલ, આર વી ભીમાણી તથા ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમને એવી માહિતી મળી હતી કે, જસદણ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરી કાર પસાર થનાર છે. જેથી આ બાતમીના આધારે પોલીસે જસદણમાં બાયપાસ હાઇવે સ્મશાન પાસેના પુલથી ભાડલી-સનાળા

રોડ પરથી શંકાસ્પદ ટાટા કંપનીની હેરિયર કાર નંબર જીજે ૨૩ સીબી ૧૨૩૧ માંથી રૂપિયા ૬૧૬૯ ની કિંમતનો ૨૬૨૩ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે પોલીસ પહોંચે તે પૂર્વે બુટલેગર અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા ૧૬,૧૬,૬૪૯ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે છુ મંતર થયૅલા બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.