મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતા કડડભૂષ હર્ષ સંઘવી બાવળીયા વાઘાણી રિવાબા મનીષા વકીલ મહિડા મોઢવાડિયા ઈશ્વરસિંહ કમલેશ પટેલના ફોલોઅર્સ ઘટયા
જૅન ઝી અને મતદારોએ સાથ છોડ્યો ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટા પર મંત્રીઓનો અનફોલો ટ્રેન્ડ પ્રજાના પ્રશ્નોને અવગણતા મંત્રીઓને સોશિયલ મીડિયામાં જાકારો
જનતાના પ્રશ્નો હલ કરવાને બદલે સોશિયલ મીડિયા પર 'રીલ્સના રાજા' બનવા નીકળેલા મંત્રીઓને ગુજરાતની જનતાએ અસલી અરીસો બતાવી દીધો છે. સચિવાલયની એસી કેબિનોમાં બેસીને મોંઘા કેમેરા અને પ્રોફેશનલ પીઆર એજન્સીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચનારા મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતાનો કિલ્લો કડડભૂસ થઈ ગયો છે. એવી ચોંકાવનારી વિગતો સામે આવી છેકે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, સંજય મહિડા મોઢવાડિયા, કમલેશ પટેલ સહિત અન્ય મંત્રીના ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પરથી ફોલોઅર્સ રોકેટની ગતિએ ઘટી રહ્યા છે, જેને પગલે હવે સચિવાલયના ગલિયારા ઉપરાંત કમલમમાં ફફડાટ ફેલાયો છે
ઘટતા ફૉલૉઅર્સ અંગૅ વિપક્ષ કોંગ્રેસ આપનો તીખો કટાક્ષ આખી સરકાર જ વર્ચ્યુઅલ છે
ઘટતા ફોલોઅર્સ મુદ્દે કોંગ્રેસ અને આપ નેતાઓએ કટાક્ષ કર્યો કે, રાજ્યમાં બેરોજગારી, સરકારી ભરતીના કૌભાંડો અને મોંઘવારીની અસલી રીલ્સ રોજ બની રહી છે, પણ મંત્રીઓ પોતાના ચહેરા પર 'બ્યુટી ફિલ્ટર'લગાવીને બધું સલામત હોવાનો ભ્રમ પેદા કરી રહ્યા છે. મંત્રીઓ પીઆર એજન્સીઓ પાછળ જનતાના ટેક્સના રૂપિયા ઉડાવી રહ્યા છે. મંત્રીઓ રીલ્સ જ બનાવવાને બદલે પ્રજાના વણઉક્લાયેલાં પ્રશ્નોનો ઉકેલ લાવે. હાલ તો આખી સરકાર જ 'વર્ચ્યુઅલ' છે તેવુ લાગી રહ્યુ છે.
ગુજરાતની જનતાનો સવાલ
અમે તમને મત આપ્યા હતા કે સબસ્ક્રાઇબ કર્યા હતા
ચૂંટણી ટાણે ગરીબોના પગે પડતા મંત્રીઓ સત્તા મળતા જ કેમેરામેનોના કાફલા સાથે ફરતા થઈ ગયા છે. સચિવાલયમાં ફાઈલોના નિકાલની જગ્યાએ હવે 'વ્યૂઝ' અને 'રીચ'ની ચર્ચા થઈ રહી છે. આ જોઈ જનતા હવે સવાલ પૂછી રહી છે કે, અમે તમને વોટ આપ્યા હતા કે તમારી ફિલ્સ જોવા સબસ્ક્રાઈબ કર્યા હતા? મંત્રી હજુ પણ ડિજિટલ મોહમાયામાંથી બહાર આવીને જમીની હકીકત નહીં સ્વીકારે, તો જે જનતા આજે સોશિયલ મીડિયા પરથી ‘અનફોલો' કરી રહી છે, તે જ જનતા આગામી ચૂંટણીમાં ઈવીએમ મશીન પરથી પણ કાયમ માટે 'ડિલીટ' કરતા અચકાશે નહીં!