જસદણમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ દ્વારા સંત શ્રી રવિદાસજીની જન્મજયંતિની ઉજવણી કરાઇ
જસદણમાં સંત શ્રી રવિદાસજીની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ જસદણ પ્રખંડ તથા બજરંગ દળ દ્વારા આંબેડકર ભવન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જસદણ પ્રખંડના હોદેદારો ડૉ. મહેશભાઈ તાવિયા, નારણભાઈ મેવાડા, પૂજ્ય બાપુ, મનિષભાઈ મેવાસિયા, વિજયભાઈ માલવિયા, ધવલભાઈ મેનપરા, રાજુભાઈ છાયાણી, ધનજીભાઈ કાછડીયા, કેશવભાઈ વાસાણી, નિલેશભાઈ બાલધા, દિનેશભાઈ હતવાણી, હિતગિરિ વિપુલગિરિ તથા આંબેડકરનગરના આગેવાનો તેમજ નાગરિકો જેમાં ડી,કે ભાઈ પરમાર, જયેશભાઈ પરમાર તેમજ પરિષદના સક્રિય કાર્યકર્તા વલ્લભભાઈ મેણીયા, ભુપતભાઈ મેણીયા, વગેરે હાજર રહ્યાં હતા. સંતકવિ રવિદાસજીના ફોટાને ફુલહાર કરી, દીપ પ્રાગટ્ય કરી સુંદર કાર્યક્રમ સાથે સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.