જસદણના રાણીગપર ગામે વડીલો પાર્જીત જમીનમાં નામ ચડાવવા અંગૅ યુવાનને પિતરાઈ ભાઇની ધમકી જો જમીનમાં આવશો તો લોહી ઉડશે
જસદણ તાલુકાના રાણીંગપર ગામે આવેલી સંયુક્ત જમીનમાં નામ ચડાવવાના મુદ્દે રાજકોટમાં રહેતા યુવાન અને તેના ભાઈને પિતરાઈ ભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
રાજકોટના આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક શેરી નં.3માં રહેતા ગેલાભાઈ વિભાભાઇ અલગોતરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના રાણીંગપર ગામે રહેતા પિતરાઈ ભાઈ હાજા ભનાભાઇ અલગોતરનું નામ આપ્યું છે.
ગત તા 20 ના રોજ ફરિયાદીને ફોન આવ્યો હતો અને કહેલ કે તે આ જમીનમાં નામ કેમ ચડાવ્યા અને આવતા ગુરુવાર સુધીમાં તમારા બધાના નામ કાઢી નાખજો તેમ કહેતા ફરિયાદીએ તેને કહેલ કે, આ જમીન તો આપણા સંયુક્તમાં છે અને તમારે પણ વારસાઈમાં નામ ચડાવવા હોય તો ચડાવી દેજો તેમ સમજાવેલ હતું. ત્યારબાદ ફરિયાદીના ગામમાં રહેતા ભાઈના પત્ની ભાવુબેનનો પણ તેમને ફોન આવ્યો હતો કે, હમણા થોડીવાર પહેલા હાજાભાઈનો મારામાં ફોન આવેલ કે જો જમીનમાં આવશો તો લોહી ઉડશે.