error: This Content is protected !!

જસદણના એડવોકેટ મહેશ વાણીયાની રાજકોટ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ તેમજ વિછીયા ભાજપ પ્રભારી તરીકે બેવડી જવાબદારી પંથકમાં આવકાર

જસદણ તાલુકાના એડવોકેટ મહેશભાઈ વાણીયાને રાજકોટ જિલ્લા ભાજપની મુખ્ય ટીમમાં કૉષાધ્યક્ષ તેમજ વિછીયા તાલુકા ભાજપના પ્રભારી તરીકે બેવડી જવાબદારી સોંપવામાં આવી છે આ નિમણૂકને જસદણ વિંછીયા શહેર તાલુકા ભરના આગેવાનો કાર્યકર્તાઓ ઍ આવકારીને અભિનંદન પાઠવ્યા છૅ ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકારજી, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક,જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા જિલ્લા મહામંત્રીઑ નરેન્દ્રસિંહ જાડેજા રવિભાઈ માકડીયા હરેશભાઈ હેરભાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપ મુખ્ય ટીમમાં કોષાઘ્યક્ષ" તરીકે એડવોકેટ મહેશભાઈ વાણીયા નિમણૂક કરી અને સાથે સાથે વિંછીયા તાલુકાના પ્રભારી ની જવાબદારી સોંપી છૅ આ તકે મહેશભાઈએ જણાવ્યું હતું કે મારા પર વિશ્વાસ મૂક્યો એ બદલ પ્રદેશ અને જિલ્લા ભાજપના નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું,મને સોંપાયેલ જવાબદારી હું લોકહિત,સેવા અને સર્વાંગી વિકાસની ભાવનાથી કાર્ય કરી સમાજ માટે સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સહ રાષ્ટ્રહિતમાં સદાય તત્પર રહીશ.