error: This Content is protected !!

વિભાગીય પોલીસ વડાની કચેરી શરૂ થતા હવે જસદણ અને વિછીયા તાલુકાના 105 ગામના લોકોને ગોંડલનો ધક્કો બચી જશે

રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ના હસ્તે સંપન્ન કચેરીમાં જસદણ વિછીયા આટકોટ ભાડલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા તમામ લોકોને સીધૉ લાભ મળશે

 

જસદણ શહેરના સ્ટેશન રોડ પર વિભાગીય પોલીસ વડાની કચેરી શરૂ થતા હવે જસદણ અને વીંછિયા વિસ્તારના લોકો માટે લાંબા સમયની હાલાકીનો અંત આવ્યો છે. જસદણના વીંછિયા રોડ પર નવનિર્મિત ડીવાયએસપી (DySP) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના હસ્તે સંપન્ન થયો હતો.

હાલમાં વીંછિયા રોડ પર ભાડાના મકાનમાં અસ્થાયી ધોરણે કચેરી કાર્યરત કરવામાં આવી છે. જસદણ, ભાડલા, આટકોટ અને વીંછિયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા કુલ 105 ગામોને આ કચેરીનો સીધો લાભ મળશે. અગાઉ ડીવાયએસપી કચેરીને લગતા કામ માટે સ્થાનિકોએ ગોંડલ સુધી જવું પડતું હતું, જે હવે

ઘરઆંગણે ઉપલબ્ધ થશે. જસદણ-વિંછીયાના 105 ગામોની સુખાકારી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે આ કચેરી મહત્વની ભૂમિકા ભજવશે. લોકોની અસુવિધા દૂર કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે આ વિસ્તારની સુરક્ષાની જવાબદારી આઈપીએસ અધિકારી દ્વારા એએસપી (ASP) તથા ડીવાયએસપી (DySP) તરીકે સંભાળવામાં આવી રહી છે. આ કચેરી શરૂ થવાથી વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે અને

ગુનાખોરી ડામવામાં પોલીસને વધુ સગવડતા રહેશે.

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉત્તમ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને આઈજી અને એસપી દ્વારા પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જસદણ-વિંછીયા તાલુકાના તમામ પી.આઈ. (PI), પી.એસ.આઈ. (PSI), પોલીસ સ્ટાફ તેમજ શહેરના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા

હતા.