સુરત ભાવનગર જસદણ બોટાદ સહિત ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ વૈશ્વિક હીરા બજારમાં તેજી 1.50 થી ત્રણ કેરેટની અમેરિકામાં ભારે માંગ
યુએસમાં રજાઓની સિઝન ભારતમાં તહેવારોમાં હીરાની માંગ પ્રિન્સેસ અને એન્ટિક કટ હીરામાં ગ્રાહકોની નવી પસંદ કારખાને દારૉ અને રત્ન કલાકારોને ભાવ વધવાની આશા
સુરત ભાવનગર જસદણ બોટાદ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લૉકૉ માટે સમાચાર આવ્યા છે હીરામાં તેજી લહેર આવતા જ રત્ન કલાકારો તેમજ કારખાનેદારોની દિવાળી સુધરશે તેવો માહોલ જોવા મળી રહ્યો છૅ સૌરાષ્ટ્ર ગુજરાતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ખુશીની વાત તો એ છે કે વૈશ્વિક હીરા બજારમાં લાંબા સમયની મંદી બાદ તેજી તરફી મજબૂત રિકવરી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હીરાની વધતી માંગ સામે પુરવઠો ટૂંકો પડતાં અર્થશાસ્ત્રના નિયમ મુજબ તૈયાર હીરાની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. અમેરિકામાં હોલિડે સિઝન અને ભારતમાં તહેવારોના કારણે ખરીદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારમાં 1.50 થી 3 કેરેટના હીરાની માંગ અત્યંત મજબૂત બની છે
શેપ અને સાઇઝ મુજબ માર્કેટ ટ્રેન્ રાઉન્ડ ડાયમંડ : 0.30 થી 0.69 કેરેટના રાઉન્ડ હીરામાં સૌથી વધુ ભાવ સુધારો જોવા મળ્યો છે, જ્યારે 1થી 1.49 કેરેટના ભાવ સ્થિરતા તરફ આગળ વધી રહ્યા છે ફેન્સી શેપ્સ ઓવલ, માર્કવિસ, એમરાલ્ડ રાઉન્ડ હીરાની તુલનાએ ઓવલ માર્કવિસ અને એમરાલ્ડ જેવા લાંબા ફેન્સી કટ્સનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે લાંબા સમય બાદ હીરામાં તેજીની કરંટ દેખાતા કારખાનેદારો તેમજ રત્ન કલાકારોમાં ભાવ વધવાની એક નવી આશા બંધાય છે