error: This Content is protected !!

ફુલજર ગામૅ ફોરેસ્ટ ઓફિસર અને બીજા સ્ટાફ ઉપર ટોળું લાકડીથી તૂટી પડયું જસદણ પોલીસૅ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી

ફોરેસ્ટ વિભાગની વીડીમાં માલઢોર ચરાવવા અંગૅ અગાઉ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતૉ જૅનૉ ખાર રાખી હુમલો કર્યાનૉ આરૉપ 

 

જસદણના ફુલજર ગામે ફોરેસ્ટ ઓફિસર દલસુખભાઈ કમેજાળીયા (ઉ.વ.૩૭) અને ફોરેસ્ટના બીજા સ્ટાફ ઉપર આઠેક શખ્સોએ ટોળકી બનાવી હુમલો કરી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. જસદણ પોલીસે ફરજમાં રૂકાવટ, મહાવ્યથા કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બે આરોપીઓની અટકાયત કરી હતી. 

મોઢુકામાં રહેતા દલસુખભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સવારે સ્ટાફના માણસો સાથે કેમ્પર ગાડીમાં બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. ફુલજર ગામે પહોંચતા સોમપીપળીયા ગામનો નાગજીભાઈ રાતડીયા અને જીલાભાઇ રાતડીયા

જોવા મળ્યા હતા. ગઈ તા.૩ના રોજ ફોરેસ્ટ વિભાગની સરકારી વીડીમાં ગેરકાયદે ઢોર ચરાવવા અંગે જીલા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. તે વખતે નાગજીભાઈ ભાગી ગયો હતો બંનેની પૂછપરછ કરી નિવેદન લેવાના હોવાથી સાથે આવવાનું કહેતા માથાકુટ અને મારામારી કરી હતી. બંનેને લઈ જવાનો પ્રયાસ કરતા જીલો ભાગ્યો હતો. થોડે દૂર જઈ તેણે વોંકળામાં કુદકો મારતા પગમાં ઈજા થઈ હતી. ત્યાં જ તે બેસી ગયા બાદ કોઈને કોલ કરતાં થોડી વારમાં જ સોમપીપળીયા ગામના ભરતભાઈ રાતડીયા સતાભાઇ રાતડીયા, મોકો રાતડીયા, હાથી રાતડીયા અને બીજા બે અજાણ્યા શખ્સો લાકડી લઇ ધસી આવ્યા હતા.

આવીને તેની ઉપર હુમલો કર્યો હતો. તેને લાકડીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. એક ઘા ગરદનની પાછળ વાગતા ત્યાં જ પડી ગયા હતા. તે સાથે જ આરોપીઓ બીજા સ્ટાફ ઉપર પણ લાકડી વડે તૂટી પડયા હતા. સાથોસાથે બેફામ ગાળો ભાંડી કહેતા હતા કે, હવે બીજી વખત અમારા માલઢોર ડબ્બે પુર્યા તમને જાનથી મારી નાંખશું. તેને ચક્કર આવતા હોવાથી સાથેનો સ્ટાફ ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરતો હતો ત્યારે ફુલજર ગામમાં નર્સરીમાં કામ કરતો મુકેશ દેડાણીયા ગાડી લઇ નીકળતા ઉભો રહ્યો હતો એવામાં આરોપીઓએ તેને પણ ગાળો ભાંડી લાકડીના ઘા ઝીંકી ભગાડી મૂક્યો હતો. આખરે તેનો સ્ટાફ તેને ગાડીમાં બેસાડી જસદણની સિવિલ ખાતે સારવારમાં લઈ ગયો હતો. તેની સાથેના વિપુલભાઈ, ભનાબેન, અશ્વિનભાઈ વગેરેને પણ ઈજા થઈ હતી.