error: This Content is protected !!

જસદણના ભદ્રસમા ચિતલીયા રોડ વિસ્તારમાં જાહેરમાં ઍકલ દૉકલ મહિલાઑનૅ બીભત્સ ચૅનચાળા અસભ્ય વર્તન કરતા બે રોમીયોનૅ પોલીસે ઝડપી લીધા

પૉલારપર રોડ પર રહેતા પ્રવીણ હાન્ડા અને વિશાલ બાવળીયા આ બંને ઈસમોને જસદણ પોલીસે ઝડપી આવારા ગરદીનૉ નશો ઉતારી દીધો 

 

જસદણ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આવારા ગરદી રોમીયોગીરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જસદણ પોલીસની ટીમે શહેરના ભદ્ર સમા વિસ્તાર એવા ચિતલીયા રૉડ ઍરીયામા જાહેરમાં ઍકલ દૉકલ મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરી અશોભનીય વર્તન કરતા બે યુવા વયના નવલૉયા ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી આવારા ગર્દીનું ભૂત ઉતારી દીધું હતું રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને જસદણ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તીની સૂચના મુજબ જસદણ પોલીસ દ્વારા મહિલાઓની અવર જવર વાળા વિસ્તારોમાં સાદા કપડામાં પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. દરમિયાન જસદણ ચિતલીયા રોડ ઉપર બે ઇસમો જાહેરમાં ઉભા રહી મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા અને અશોભનીય વર્તન કરતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પૉલીસૅ તાત્કાલિક રૉમીયૉને ગીરી કરતા પ્રવિણ વાલજીભાઈ હાંડા (ઉં.વ. ૨૦), રહે. પોલારપર રોડ, જસદણ તથા વિશાલભાઈ વિનુભાઈ બાવળિયા (ઉં.વ. ૨૧), રહે. પોલારપર રોડ, જસદણ સામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે જી.પી. એક્ટની કલમ ૧૧૦ તથા ૧૧૭ મુજબ અલગ-અલગ ગુનાઓ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જસદણ પીઆઇ જે.પી. ગોસાઈના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પ્રવીણભાઈ મેડા તેમજ WPC કાજલબેન વાટુકિયા, રીટાબેન ધામેચા, અસ્મીતાબેન ગોસાઈ અને વિલાસબેન વાસાણી સહિતના ઑઍ કામગીરી કરી હતી